Categories: Gujarat

રાજ્યનાં ૧૪થી ૧૮ વર્ષનાં ૧૪ ટકા બાળકો ભારતનો નકશો ઓળખી શકતાં નથી!

અમદાવાદ: રાજ્ય અને દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે તે માટે સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ પાછળ ખર્ચ છે. સરકારી કે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે પાયાનું જ્ઞાન નહીં હોવાની ચોંકાવનારી વિગતો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ર૦૧૭માં જાહેર કરાઇ છે.

ગુજરાતનાં ૩૦ ટકા બાળકોને અસરના રિપોર્ટ મુજબ દેશની રાજધાની કઇ છે તેનું સામાન્ય જ્ઞાન નથી ૧૪થી ૧૮ વર્ષ સુધીની વયના તો ૧૪ ટકા બાળકો ભારતનો નકશો ઓળખી શકતા નથી.

ગુજરાત સહિત દેશનાં તમામ રાજ્યોના જિલ્લાઓમાં દર વર્ષ શિક્ષણની સ્થિતિમાં થતાં સુધારા અને બદલાવની માહિતી માટે એજ્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. તેમાં ગત વર્ષ ર૦૧૭નો રિપોર્ટ તાજેતરમાં જાહેર કરાયો છે. ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોના જિલ્લાઓમાં પરિવારો અને વિદ્યાર્થીઓ બાળકો પર સર્વ કરવામાં આવ્યો હતો.

આ સર્વે દરમિયાન મોબાઇલના ઉપયોગથી લઇને અંગ્રેજી વાક્યો લખવાં, દેશ અને રાજ્યનો નકશો ઓળખવો કમ્પ્યૂટરનું બેઝિક નોલેજ, સામાન્ય જ્ઞાનને લગતા કે રાજ્યની રાજધાની કઇ? દેશની રાજધાનીનું નામ શું ? વગેરે બાબતો આવરી લેવાઇ હતી.

સર્વેનાં તારણો મુજબ ગુજરાતમાં ૪પ ટકા વિદ્યાર્થીઓએ એક અઠવાડિયામાં મોબાઇલનો ઉપયોગ કર્યો ન હતો તો ૬પ ટકા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટ અને ૬૧ ટકા વિદ્યાર્થીઓ કમ્પ્યૂટરના ઉપયોગથી દૂર દૂર રહ્યાં હતાં. ભારતનો નકશો અને સામાન્ય જ્ઞાન સબંધિત બાબતોમાં રાજ્યમાં ૧૪ ટકા બાળકો દેશનો નકશો ઓળખી શકય ન હતાં. ૮ર ટકા વિદ્યાર્થીઓ નકશામાં પોતાનું રાજ્ય ઓળખી શકયાં ન હતાં.

અવનવી ટેકનોલોજી અને ડિજિટલ યુગની વાતોની વચ્ચે રાજ્યમાં ૯૩ ટકા ટીનએજરે કયારેય ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ નહીં કર્યાનું જણાવ્યું હતું. ૧૩ ટકાએ એટીએમનો ઉપયોગ કર્યો છે. જ્યારે ૬૯.ર ટકા વિદ્યાર્થીઓએ બેન્કમાં પૈસા ભર્યા અને ઉપાડ્યા છે. ૯૪ ટકા વિદ્યાર્થીઓ પાસે બેન્ક એકાઉન્ટ છે.

સર્વેમાં ૧૪થી ૧૮ વર્ષના માત્ર ૬૪ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાક્યો વાંચવામાં સફળ થયા છે. જ્યારે પ૮ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં ડિસ્કાઉન્ટની ગણતરી ગણવામાં અસફળ રહ્યા હતા.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

2 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

2 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

3 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

3 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

4 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

4 hours ago