Categories: Business

31 માર્ચ બાદ કાળાનાણાં પર લાગશે 137% સુધી ટેક્સ

નવી દિલ્હી: ઇન્કમ ટેક્સ વિભાગે આજે કાળાનાણા રાખનારને ચેતવણી આપતાં કહ્યું છે કે એમની પાસે એમના દ્વારા બેંકોમાં જમા કરાવવામાં આવેલી બેહિસાબ રોકડ વિશેની જાણકારી છે. વિભાગે સલાહ આપી છે કે બ્લેકમની વાળાએ પાક સાફ થઇને નિકળવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોદનાનો ઉપયોગ કરવો જોઇએ. આવું ન કરનાર લોકોને જમા રાશિના 137 ટકા સુધી વસૂલાત કરવામાં આવી શકે છે.

ઇન્કમ ટેક્સ વિભાગે આ માટેની જાહેરત છાપામાં આપી દીધી છે. એમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેરાતની અંતિમ તારીખ 31 માર્ચ છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગ પાસે તમારી જમા કરેલી રકમની જાણકારી છે. વિભાગે કહ્યું કે આ યોજના હેઠળ બ્લેકમનીની જાહેરાત કરનાર લોકોની ગુપ્નિયતા સુનિશ્વિત કરવામાં આવશે. જાહેરાતમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે યોજના હેઠળ બ્લેકમની ની જાણકારી નહીં આપનાર લોકોએ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

એક અધિકારીએ જણાવ્યું કે જે લોકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેતા પોતાની બ્લેકમનીની જાહેર નહીં કરે, એમની જમા રાશિ પર 137 ટકા દંડ લગાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કાળા ધનની જાણકારી આપનાર લોકોને 49.9 ટકા ટેક્સ આપવો પડશે, જ્યારે આવું ના કરવા પર ટેક્સ રિટર્નમાં આ ધનનો ઉલ્લેખ કરનાર લોકોને ટેક્સની સાથે સાથે 77.25 ટકાનો દંડ ભરવો પડશે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

2 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

2 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

3 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

3 hours ago