Categories: Gujarat

હાઈકોર્ટમાં ભાજપને નડું છું તેઓ મને સાથે ભેળવવા તત્પર હતાઃ માંગુકિયા

અમદાવાદ: મારા રાજીનામાની વાત સાંભળીને ભાજપના ઉચ્ચ નેતાઓએ મારો સંપર્ક કર્યો હતો, કારણ કે હું ભાજપને હાઈકોર્ટમાં સૌથી વધારે નડું છું. જો કે મારી લાગણી ઘવાઈ હતી પરંતુ તે જાહેરમાં ચર્ચા કરવાનો વિષય નથી. મારી કારકિર્દી કોંગ્રેસમાં છે, જ્યારે કોંગ્રેસ મારી કારકિર્દી પૂરી કરશે ત્યારે હું રાજકારણ છોડીને ઘરે બેસી જઈશ તેમ કોંગ્રેસના અગ્રણી અને લીગલ સેલના ચેરમેન બાબુભાઈ માંગુકિયાએ પત્રકારોને જણાવ્યું હતું. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ માંગુકિયાના રાજીનામા અંગે ફોડ પાડતાં કહ્યું હતું કે બાબુભાઈ સદાય કોંગ્રેસ પક્ષે રહ્યા છે. કોંગ્રેસ પક્ષે તેમને લીગલ સેલના ચેરમેન બનાવ્યા છે. તેઓ મોટા ગજાના સારા માનવી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાિંર્દક પટેલના વકીલ અને ૩ર વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા બાબુભાઈ માંગુકિયાએ બે દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કોંગ્રેસમાં ખળભાળાટ મચી જવા પામ્યો હતો. જો કે આજે બાબુભાઈ માંગુકિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હું કોગ્રેસના એક સૈનિક તરીકે હંમેશા કામ કરવા તૈયાર છું. પોતાના રાજીનામા અંગે તેમણે જણાવ્યું હતું કે મેં રાજીનામું આપ્યું હતું તેમને મળ્યું કે નહીં તે મને ખબર નથી. મારા રાજીનામાની વાત સાથે ભાજપના નેતાઓ તેમનામાં ભેળવવા માટે તત્પર હતા. જો હું ભાજપમાં જોડાઈને કોર્ટના ખૂણામાં બેસી જાઉં તો કોંગ્રેસને બહુ મોટું નુકસાન છે. ભાજપ આ લાભ લેવા માંગતી હતી.

આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બાબુભાઈનું રાજીનામું સ્વીકારવાનો કોઈ સવાલ જ નથી. બાબુભાઈ મહેનતું વકીલ છે, તેમની સવાઓ ગુજરાત અને સામાન્ય લોકોને મળે છે. તેઓ કોંગ્રેસના આગેવાન તરીકે કામ કરે છે. સહકારી કે અન્ય કાનૂની ગુંચવણનો ઉકેલ ફી લીધા વિના કરે છે. તે સદાય કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે. બાબુભાઈની નારાજગી કોઈ વ્યક્તિગત ન હતી. તેમને કોંગ્રેસના નેતાઓએ સમજાવ્યા છે. જેમની લાગણીઓને બાબુભાઈએ માન આપ્યું છે, અને કોંગ્રેસને સેવા આપવાની વાત તેમણે સ્વીકારી છે. માંગુકિયાએ જણાવ્યું હતું કે પાસના કાર્યકરે કોઈ ટિકિટ માંગી ન હતી. મારી કોઈ પોતાની કોઈ શરતો ન હતી. બધી બાબતોની જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી.

મારી પણ રાજકીય હત્યા થઈ શકે છેઃ માંગુકિયા
રાજીનામા બાદ પક્ષ સાથે જોડાયેલા હોવાની જાહેરાત કરનાર કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજકીય હત્યાઓ થઈ છે, મારી પણ હત્યા થઈ શકે છે. કારણ કે મારી આસપાસ હંમેશા રેકી થઈ રહી છે. આ રેકી કોણ કરાવે છે તેની મને ખબર નથી, પણ નંબરપ્લેટ વગરની બેથી ત્રણ કાર મારી આસપાસ ફર્યા કરે છે તેમ પણ માંગુકિયાએ જણાવ્યું હતું.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago