OMG! રોગમાં ઉપયોગી ઊંટડીનાં દૂધનાં વેચાણમાં ૧૧૧ ટકાનો વધારો

નવી દિલ્હી: દેશભરમાં વધતી જતી માંગને કારણે ઊંટડીનાં દૂધનાં વેચાણમાં તોતિંગ વધારો થયો છે વર્ષ ૨૦૧૩-૧૪ થી કાચા અને જીવાણુરહિત ઊંટડીનું દૂધનું વેચાણ અનુક્રમે ૭૯ ટકા અને ૧૧૧ ટકા વધ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી આ અંગે કરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળી રહ્યું છે કે ઊંટડીનું દૂધ અનેક બીમારીમાં અકસીર ઈલાજ સમાન સાબિત થઈ રહ્યુ છે. તેથી હવે આવા દૂધનાં વેચાણમાં વધારો થઈ રહ્યો છે.

ઊંટડીનું દૂધ ઘણા રોગોના ઉપચારમાં કામ કરે છે. તેવો દાવો થઈ રહ્યો છે, ત્યારે બિકાનેર સ્થિત નેશનલ કેમલ સંશોધન કેન્દ્ર (એનઆરસીસી)ના આંકડા મુજબ કાચા દૂધનું વેચાણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૦૮૮ લિટરથી ૭૯.૨૩ ટકા વધીને ૨૦૧૭-૧૮ માં ૯૧૨૪ લિટર થયું છે જયારે , જીવાણુરહિત દૂધ વેચાણ ૨૦૧૩-૧૪માં ૧૧૪૫ લિટરથી વધીને ૨૦૧૭-૧૮માં ૨૧૪૫ લિટર થયું છે જેમાં ૧૧૧.૪૪ ટકા વધારો થયો હતો.

વર્ષ ૨૦૧૭-૧૮માં ઊંટડીનાં દૂધનાં વેચાણથી આવક ૧૧.૯૮ લાખ હતી, જે ૨૦૧૩-૧૪માં ૩.૩૭ લાખ હતી તેમ એનઆરસીસી ડિરેક્ટર વી પાટીલે જણાવ્યુ હતું.

You might also like