સરદારનગર વિસ્તારમાં મોડી રાતે ૧૧ બાઈકને આગ લગાવાઈ

0 8

અમદાવાદ, શનિવાર  શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાતે અસામા‌િજક તત્ત્વો અલગ અલગ જગ્યાએ ૧૧ બાઇકને આગ લગાવીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સતત એરપોર્ટના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી સરદારનગર પોલીસ તેના વિસ્તારમાં વધી રહેલા ક્રાઇમ રેટને કાબૂ કરવામાં નિષ્ફળ સા‌િબત થઇ છે.  મોડી રાતે બાઇક પર આવેલાં કેટલાંક અસામા‌િજક તત્ત્વો ૧૧ બાઇકને આગ લગાવીને ફરાર થઇ ગયાં હતાં.

સરદારનગર વિસ્તારમાં આવેલ જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં આંબાવાડી સોસાયટી આવેલી છે. સોસાયટીના રહીશોને પાર્કિંગનો પ્રોબ્લેમ હોવાથી તે જાહેર રોડ પર પોતાનાં વાહનો પાર્ક કરે છે. મોડી રાતે દોઢ વાગ્યાના સુમારે કેટલાંક અસામા‌િજક તત્ત્વો પોતાનાં વાહન લઇને આવ્યાં હતાં અને જાહેર રોડ પર પડેલાં ચાર બાઇકને આગ લગાવીને ફરાર થઇ ગયાં હતાં. બાઇકમાં આગ લાગતાં રહીશો જાગી ગયા હતા અને બૂમાબૂમ કરતાં જાહેર રોડ પર આવી ગયા હતા.

સ્થાનિક રહીશોએ તાત્કા‌િલક પોલીસને જાણ કરી હતી અને ફાયર ‌બ્રિગેડને ફોન કરી દીધો હતો. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. તે સમયે પોલીસને સમાચાર મળ્યા કે સરદારનગર શાકમાર્કેટ પાસે ૬ બાઇક સળગાવવામાં આવ્યાં છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સરદારનગર શાકમાર્કેટ પહોંચી ગઇ હતી, જ્યાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

loading...

Leave A Reply

Your email address will not be published.