ISISએ દસ હજાર યહુદિયોઓને બનાવ્યા નિશાન, 3100ને માર્યા બેરહેમીથી

દુનિયાના સૌથી ખતરનાખ આતંકી સંગઠન ISISના હુમલામાં લગભગ 10,000 યહૂદિયોના મોત કે તેમનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક સંશોધનમાં છપાયેલા સમાચાર પ્રમાણે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે ISISએ પોતાના નરસંહાર હુમલામાં બર્બરતાની તમામ હદ પાર કરી નાખી છે. જો કે આ રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇરાકમાં કરવામાં આવેલા સંહારમાં કેટલા  લોકોના મોત થયા છે. તે અંગેના કોઇ જ આંકડા સામે આવ્યાં નથી.

PLOS મેડિસિન દ્વારા પ્રકાશિત સાપ્તાહિક જનરલમાં જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2014માં અલ્પસંખ્યક સમુદાય 9900થી વધારે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા તો તેમને મારી નાંખવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લગભગ 3100 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે. જેમાંથી અડધાથી વધારે ISISએ ગડુ દબાવીને અને જીવતા સળગાવીને માર્યા છે. સાથે જ ભૂખ્યા અને તરસ્યા રાખીને પણ કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે.

આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં એક તરફ વધારે પુરૂષો હુમલામાં અને સંધર્ષમાં માર્યા ગયા છે. સૌથી વધારે સંખ્યા 15 વર્ષની નાની ઉંમરના લોકોની છે. સાથે જ આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે 6800 યહૂદિયોનું ISIS દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેમાંથી એક તૃતિયાષ લોકો વિશે કોઇ જ માહિતી નથી.

http://sambhaavnews.com/

You might also like