100 કરોડ ક્લબનો સ્ટ્રેસ લેવો નથીઃ શ્રદ્ધા

ફિલ્મ ‘આશિકી-2’, ‘એક વિલન’, ‘હૈદર’ બાદ ‘એબીસીડી-2’ એમ સતત ચોથી સુપરહિટ ફિલ્મ આપીને સફળતાના ઘોડા પર સવાર હોવા છતાં શ્રદ્ધા કપૂર 100 કરોડ ક્લબનો સ્ટ્રેસ લેવા ઇચ્છતી નથી. તે માત્ર એટલું ઇચ્છે છે કે દર્શકો સાથે જોડાય અને તેમનો પ્રેમ મેળવે. શ્રદ્ધા કહે છે કે મને આ અભિનયક્ષમતા પાપા શક્તિ કપૂર અને માસી પદ્મિની કોલ્હાપુરી પાસેથી વિરાસતમાં મળી છે. દરેક સ્ટારની ઇચ્છા હોય છે કે દર વખતે કંઇક અલગ કરે અને લોકો તે પસંદ કરે. હું પણ એ જ વિચારીને મહેનત કરું છું કે નવા નવા રોલ કરું. દરેક વખતે મારા રોલ માટે મહેનત કરવા છતાં મને સતત ચિંતા રહે છે કે દર્શકોને મારો રોલ પસંદ પડશે કે નહીં, પરંતુ દર્શકો પાસેથી સારો રિસ્પોન્સ મળતાં હવે મારામાં કો‌ન્ફિડન્સ આવી ગયો છે. તેથી હું દરેક ફિલ્મોમાં અલગ અલગ રોલ ભજવું છું. 

કોઇ પણ ફિલ્મ કરતાં પહેલાં શ્રદ્ધા તેનાં માતા-પિતાને જરૂર પૂછે છે. તે કહે છે કે મારી પાસે આવેલી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ હું મારાં માતા-પિતાને વાંચી સંભળાવું છું. મને લાગે છે કે ક્યારેય તેઓ મારી ફિલ્મની સ્ક્રિંપ્ટ્સ સાંભળીને બોર ન થઇ જાય. હું તેમની સલાહ અનુસરું પણ છું. તેઓ હંમેશાં મને કહે છે કે જો મને ફિલ્મ કરવામાં મજા આવે તો જ મારે તે કરવી. જ્યારે મારાં માતા-પિતા પાસેથી મને આટલો સપોર્ટ મળે છે ત્યારે મારા માટે બધું સરળ બની જાય છે. 

You might also like