ચાર્જિંગ સમયે રાખો આટલું ધ્યાન તો ફોન બેટરીનું આયુષ્ય વધશે

0 4

નવી દિલ્હી : તમામ સ્માર્ટફોનની બેટરીની એક એક્સપાઇરી ડેટ હોય છે. સ્માર્ટફોનની લાઇફ પણ તેનાં બેટરી પર નિર્ભર કરે છે. સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ તેની બેટરીની લાઇફ વધારી દે છે. સ્માર્ટફોનને વધારે ચાર્જ કરતા રહેવાથી પણ ફોનની બેટરી પર તેની વિપરિત અસર પડે છે. જો તમે ઇચ્છો છો કે તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલતી રહે તો કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ રાખો. અહીં જણાવી દઇએ કે સ્માર્પફોનને ચાર્જ કરતા સમયે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
1. સ્માર્ટફોનને હંમેશા મોબાઇલનાં ઓરીજનલ ચાર્જરથી જ ચાર્જ કરો.
2. સસ્તા ચાર્જરનો ક્યારે પણ ઉપયોગ ન કરો.
3. ચાર્જિંગ કરતા સમયે ફોનનાં પ્રોટેક્ટિવ કવરને હટાવી દો
4. હંમેશા ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરવો સલાહ ભરેલો નહી.
5. સ્માર્ટફોનને આખી રાત ચાર્જિંગમાં ન મુકી રાખો.
6. થર્ડ પાર્ટી બેટરી એપ ક્યારે પણ યુઝ ન કરો.
7. પોતાનાં સ્માર્ટફોનની બેટરીને ઓછામાં ઓછી 80% સુધી ચાર્જ કરો.
8.ફોનને વારંવાર ચાર્જ કરવાથી બચવું જોઇએ.
9. બ્રાન્ડેડ કંપનીની પાવર બેંક જ હંમેશા ખરીદવી જોઇએ.
10. ચાર્જિંગ સમયે સ્માર્ટ ફોનનો ઉપયોગ ન કરો.

loading...

Leave A Reply

Your email address will not be published.