બોલિવૂડની દસ આઇકોનિક ફિલ્મો, જેમની હિન્દી રિમેક બની

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આપણને ઘણી આઇકોનિક હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મો આજે પણ દર્શકોનાં દિલોદિમાગમાં વસેલી છે. જ્યારે કન્ટેન્ટની વાત આવે છે ત્યારે બોલિવૂડ પોતાની મૌલિકતા માટે ઓળખાય છે. કેટલાક ફિલ્મ મેકર્સ એવા પણ છે, જેમણે આઇકોનિક ફિલ્મ્સને ફરી વાર બનાવીને લોકપ્રિયતા મેળવવાની કોશિશ કરી, તેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી તો કેટલીક ફ્લોપ થઇ ગઇ.

‘શોલે’: ‘શોલે’ બોલિવૂડની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મોમાંથી એક રહી છે. ફિલ્મમાં ડાકુ ગબ્બરસિંહને પકડવા માટે પોલીસ ઓફિસર (સંજીવ કુમાર), વીરુ (ધર્મેન્દ્ર) અને જય (અમિતાભ બચ્ચન)ને બોલાવે છે. આ ફિલ્મને ડિરેક્ટર ‘રામગોપાલ વર્મા કી આગ’ નામથી રિમેક બનાવી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, સુસ્મિતા સેન જેવી સ્ટાર કાસ્ટ હોવા છતાં ફિલ્મ સુપર ફ્લોપ રહી.

‘ઉમરાવ જાન’: ૧૯૮૧માં આવેલી ‘ઉમરાવ જાન’નું નિર્દેશન મુઝફફરઅલીએ કર્યું હતું. આ ફિલ્મ લખનૌની એક તવાયફ અને તેની પ્રસિદ્ધિ અંગે જણાવે છે. આ ફિલ્મમાં રેખાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તેણે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. ત્યારબાદ ર૦૦૬માં ફિલ્મની રિમેક બની ત્યારે ઐશ્વર્યા રાય આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતી, જોકે તેની સુંદરતાનો જાદુ ન ચાલ્યો અને ફિલ્મ ન ચાલી શકી.


‘અગ્નિપથ’: ૧૯૯૦માં આવેલી ડિરેક્ટર મુકુલ આનંદની ‘અગ્નિપથ’માં અમિતાભ બચ્ચને વિજય દીનાનાથ ચૌહાણનો રોલ પ્લે કર્યો. અમિતાભના પર્ફોર્મન્સનાં ખૂબ જ વખાણ થયાં. ર૦૧રમાં તેની રિમેક કરણ જોહરે બનાવી. આ ફિલ્મનાં કેરેક્ટર્સ અને ઘટનાઓ પહેલા પાર્ટ કરતાં ખૂબ જ અલગ હતાં. રિતિક રોશને ફિલ્મમાં મુખ્ય પાત્ર અને સંજય દત્તે વિલનનો રોલ ભજવ્યો. પહેલી ફિલ્મની જેમ બીજા પાર્ટે પણ લોકોનાં દિલ જીતી લીધાં અને તે ફિલ્મ પણ બ્લોક બસ્ટર સાબિત થઇ.

‘ડોન’: ૧૯૭૮માં આવેલી એક્શન થ્રિલર ફિલ્મ ‘ડોન’માં અમિતાભ બચ્ચને લીડ રોલ કર્યો હતો, તેમાં બચ્ચનનો ડબલ રોલ હતો. ફિલ્મમાં બિગ બીના કામનાં ખૂબ જ વખાણ થયાં હતાં. ર૦૦૬માં આ ફિલ્મને ફરહાન અખ્તરે નવા અવતારમાં રજૂ કરી અને લીડ એક્ટર તરીકે શાહરુખ ખાનને લીધો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ.

‘હિંમતવાલા’: ૧૯૮૩માં આવેલી કોમેડી-ડ્રામા ‘હિંમતવાલા’માં જિતેન્દ્ર અને શ્રીદેવી લીડ એકટર્સ હતાં. ફિલ્મની કહાણી એક એવા ચાલાક મકાન માલિકની આસપાસ ફરતી હતી, જે ખોટી રીતે મંદિરના પૂજારી પર પૈસા ચોરવાનો આક્ષેપ કરે છે અને આ જાણીને તે આત્મહત્યા કરી લે છે. થોડાં વર્ષ બાદ તે પૂજારીનો પુત્ર મકાન માલિકની પુત્રી સાથે લગ્ન કરીને બદલો લેવાનો નિર્ણય લે છે. ર૦૧૩માં સાજિદખાને આ ફિલ્મની સિક્વલ બનાવી, જેમાં અજય દેવગણ અને તમન્ના મુખ્ય રોલમાં હતાં, પરંતુ આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે પીટાઇ ગઇ.


‘દેવદાસ’: ‘દેવદાસ’ ફિલ્મ હિંદી, તેલુગુ, બંગાળી જેવી ભાષામાં બની. ૧૯પપમાં આ ફિલ્મ બોલિવૂડમાં બની, જેમાં દિલીપકુમારે દેવદાસ, વૈજયંતી માલાએ ચંદ્રમુખી અને સૂચિત્રા સેને પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરાઇ હતી. ત્યારબાદ ર૦૦રમાં સંજય લીલા ભણસાળીએ આ ફિલ્મ ફરી વાર બનાવી, જેમાં શાહરુખખાન, માધુરી અને ઐશ્વર્યા હતાં. આ ફિલ્મ પણ બ્લોક બસ્ટર સાબિત થઇ.

‘ઝંઝીર’: ૧૯૭૩માં આવેલી ક્રાઇમ એક્શન ફિલ્મ ‘ઝંઝીર’એ અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવી દીધો. આ એ ફિલ્મ હતી, જેણે હિન્દી સિનેમામાં ચાલી રહેલા રોમે‌િન્ટક ફિલ્મોના ટ્રેન્ડને ચેન્જ કર્યો. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત જયા બચ્ચન, પ્રાણ, અ‌િજત અને બિંદુ મુખ્ય પાત્રમાં હતાં. આ ફિલ્મ બાદ બિગ બી એન્ગ્રી યંગમેનના નામે ઓળખાવા લાગ્યો. ર૦૧૩માં આ ફિલ્મની રિમેક બની, જેમાં ટોલિવૂડ અભિનેતા રામચરણ તેજા લીડ રોલમાં હતો. બોલિવૂડમાં તેનું ડેબ્યૂ હતું, પરંતુ આ ફિલ્મ દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહી.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

18 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

18 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

18 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

18 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

18 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

18 hours ago