ITએ ચલાવ્યું ઓપરેશન ક્લીન મની : અત્યાર સુધીમાં 1 કરોડ એકાઉન્ટસનું સ્કેનિંગ

નવી દિલ્હી : નોટબંધી બાદ બેન્ક એકાઉન્ટસમાં ડિપોઝીટ થયેલા અનએકાઉન્ટેડ મનીને પકડવા માટે ઇન્કમ ટેક્સ વિભાગે ઓપરેશન ક્લીન મની ચલાવ્યું છે. આ અંતર્ગત ટેક્સ વિભાગે લકભગ 1 કરોડ બેન્ક એખાઉન્ટ્સની સ્ક્રૂટીની કરી છે.

18 લાખ લોકોને આ ફન્ડનો સોર્સ જણાવવા માટે કહેવામાં આવ્યું છે. આઇટી વિભાગે 31 જાન્યુઆરીએ ઓપરેશન ક્લિન મની લોન્ચ કર્યું હતું. ટેક્સ વિભાગનાં સુત્રો અનુસાર 1 કરોડથી વધારે એકાઉન્ટ્સ દ્વારા મોટુ ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે.

આઇટી રેકોર્ડસના જણાવ્યા પ્રમાણે 3.65 કરોડ ઇન્ડિવિઝયુઅલ્સને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. 7 લાખ કંપનીઓ, 9.40 લાખ હિન્દુ અનડિવાઇડેડ ફેમેલિઝ અને 9.18 લાખ ફર્મ્સે એસેસમેન્ટ વર્ષ 2014-15 દરગમિયાન આઇટીઆર ફાઇલ કર્યું છે.

સરકારના ફાઇનાન્શિયલ ઇન્કલુઝન પ્રોગ્રામ અંતર્ગત 25 કરોડથી વધારે જીરો બેલેન્સ પર જનધન એકાઉન્ટસ ખુલ્યા. આઇટી વિભાગ તમામ કેટેગરીના બેન્ક એકાઉન્ટ્સની સ્ક્રૂટીની કરી રહ્યું છે.

You might also like