૩૦ જુલાઇનું રાશિભવિષ્યઃ જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકો માટે આજનો દિવસ અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપે છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાંસામાં ફસાવવું નહીં.

વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષ‍િત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતાં મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપના આનંદમાં વિઘ્નો ઊભાં કરે, પણ ફાવે નહીં.

મિથુન (ક,છ,ઘ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

કર્ક (ડ,હ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા.

સિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

કન્યા (પ,ઠ,ણ) : આજે આ૫ને રહસ્યો અને આદ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.

તુલા (ર,ત) : આજે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્તી થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં આજે સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય.

વૃશ્ચિક (ન,ય) : આ૫નો આજનો દિવસ શુભફળદાયી હોવાનું ગણેશજી કહે છે. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય.

ધન (ભ,ધ,ફ) : આજે આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીના કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે. 

મકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. 

કુંભ (ગ,શ,સ) : એક પચી એક વિઘ્ન આવતાં દિવસ બેજાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા.

મીન (દ,ચ,ઝ,થ) : આ૫નો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આ૫ના માટે કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. ઘણું સાચવવા છતાં ક્યાંક ઝઘડો થઈ બેસે.

 

You might also like