Categories: India

૨૦૦૬ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 5ને આરોપી ઠેરવ્યા 

મુંબઈઃ નવ વર્ષ પહેલાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈની લાેકલ ટ્રેનમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ મામલે આજે મકોકાની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતાં ૫ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. ધરપકડ કરાયેલા ૧૩ આરોપીઓમાંથી પાંચ કમલ અંસારી, ફૈઝલ, આસિફ, અહતેશામ, નાવેદને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. 

નોંધનીય છે કે, આ કેસની સુનાવણી જજ વાઇ ડી શિંદેની કોર્ટમાં ચાલી રહી હતી. આ તમામ આરોપીઓ પર દેશ વિરુદ્ધ જંગનું એલાન કરવા સહિતના અનેક આરોપો હતા. 

વર્ષ ૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં ૧૮૯ લોકોનાં મોત થયાં હતાં અને ૮૨૪ લોકોને ઈજા થઈ હતી. મુંબઈમાં પશ્વિમ રેલવેની ઉપનગરીય ટ્રેનોમાં ૧૧ મિન‌િટના ગાળામાં સાત બ્લાસ્ટ થયા હતા. આ ધમાકા ઉપનગરીય ટ્રેનોના પહેલી શ્રેણીના કોચમાં રાખવામાં આવેલા પ્રેશર કૂકર બોમ્બથી કરાવવામાં આવ્યા હતા. 

પહેલો બ્લાસ્ટ સાંજે ૪-૩૫ આસપાસ થયો હતો. ત્યારબાદ થોડી જ મિન‌િટમાં માટુંગા, બ્રાન્દ્રા, ખાર, જાેગેશ્વરી, બાેરીવલી તથા ભાયંદર નજીક ઉપનગરીય ટ્રેનોમાં ધમાકા થયા હતા. આ મામલે કુલ ૧૩ લોકો પર કેસ ચાલતો હતો ત્યારે કોર્ટે તેમાંથી ૫ લોકોને આરોપી ઠેરવ્યા છે.  

admin

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

5 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

5 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago