Categories: World

હિલેરી પતિ બિલ ક્લિન્ટનને મારતા હતા!

વૉશિંગ્ટન : અમેરિકી પ્રમુખપદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પોતાના પતિ બિલ ક્લિન્ટનને મારપીટ કરતાં હતાં. નખ મારીને ઉઝરડા કરતાં બિલના શરીરમાંથી લોહી પણ કાઢતાં હતાં. ‘ક્લિન્ટ્ન્સ વૉર ઑન વિમેન’ શીર્ષક હેઠળ બહાર આવેલા પુસ્તકમાં મુજબ દાવા કરવામાં આવ્યા છે. રાજકીય વ્યૂહરચનાકાર રોજર સ્ટોને હિલેરી વિષે પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં બિલ ક્લિન્ટન અરકાન્સાસ પ્રાંતના ગવર્નર હતા તે દિવસોના અનેક કિસ્સા વર્ણવવામાં આવ્યાં છે. પુસ્તકમાં હિલેરીની આસપાસ રચાતાં ષડ્યંત્રો અને ફેલાતી અફવાની વિગતો પણ આપવામાં આવી છે.

પુસ્તકના અંશો ન્યૂયોર્ક પોસ્ટ અને ડેઇલી મેઇલમાં પણ પ્રકાશિત થયા હતા. સ્ટોને લખ્યું છે કે હિલેરીનો ઇતિહાસ બિલ પર આચરેલી ઘરેલું હિંસાથી ખરડાયેલો છે. ગુસ્સો આવતાં હિલેરી એકદમ આક્રમક થઈ જઈને ઘણીવાર બિલ પર એશ ટ્રે અને પુસ્તકો પણ ઝિંકી દેતાં હતાં. પોતાના કર્મચારીઓ અને સુરક્ષા સંત્રીઓને પણ ગભરાવી દેતાં હતાં.

 

પુસ્તકમાં જણાવ્યાં મુજબ માર્ચ, ૧૯૯૩માં હિલેરી પોતાની બીમાર માતાની સંભાળ લેવા લીટલ રોકાઈ ગયાં હતાં. ત્યાં તેમને જાણકારી મળી કે ગાયિકા બારબરા સ્ટ્રેસેન્ડ વ્હાઇટ હાઉસમાં બિલને માત્ર મળી નહોતી પરંતુ રાત્રે પણ રોકાઈ હતી. ત્યારે ગુસ્સામાં હિલેરી વિમાનમાર્ગે તાકીદે વ્હાઇટ હાઉસ પહોંચ્યાં હતાં. તે પછી ક્લિન્ટનના ચહેરા પર ઉઝરડાનાં નિશાન જોવા મળ્યાં હતાં.

admin

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

1 hour ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

2 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

2 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

3 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

3 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

5 hours ago