Categories: India

હાઈટ વધારવાની લાલચમાં મુંબઈનો યુવાન પથારીવશ થયો

મુંબઈઃ મુંબઈમાં હાઈટ વધારવાની લાયમાં એક યુવાન શારીરિક રીતે અક્ષમ બનીને હાલ પથારીવશ થઈ ગયો છે. મિત્રો અને સહપાઠીઓ દ્વારા પોતાને ઠીંગણો કહીને ચીડવતા હોવાથી કલ્યાણના ૧૭ વર્ષના ટીનેજર પ્રેમ પટેલે સાયન હોસ્પિટલમાં છ વખત હાઈટ વધારવા માટે ઓપરેશન કરાવ્યાં હતાં. અંતે તે ઈન્ફેકશનનો ભોગ બન્યા બાદ પથારીવશ થઈ ગયો છે અને આ ઉપરાંત તેના ગરીબ પરિવારે હાઈટ વધારવાની લાયમાં કરાવેલા ઓપરેશન અને સારવાર પાછળ રૂ ૩ લાખ ગુમાવ્યા છે.

રિક્ષા ડ્રાઈવરના કુટુંબ વતી સામાજિક કાર્યક્રર સંતોષ ખરાતે ટીટવાલાએ આ અંગે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તેને તમામ સર્જરી સાયન હોસ્પિટલમાં કરાવી હોવાથી સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું છે. ઠીંગણો હોવાના મહેણાથી ત્રાસી ગયેલા પ્રેમ પટેલે કલ્યાણના એક ડોક્ટરને પોતાની ઊંચાઈ વધારવાના ઉપચાર અંગે પૂછતાં તેમણે સાયન હોસ્પિટલના ડો. બિનોતી શેઠને મળવા કહ્યું હતું. પ્રેમે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ડોક્ટરને મળ્યો ત્યારે મને લાગ્યું હતું કે મારે કેટલીક દવાઓ લેવાની હશે, પરંતુ તેમણે સર્જરી કરાવવા સલાહ આપી હતી. મારી મમ્મીએ મને સર્જરી માટે ના પાડી હતી, પરંતુ મેં જીદ કરતાં તેમણે છેલ્લે તૈયારી દર્શાવી હતી. 

પહેલી વખત ૨૫ જૂન ૨૦૧૩ના રોજ મારી સર્જરી કરવામાં આવી હતી. એક મહિનો હું પથારીવશ રહ્યો હતો એક મહિના પછી પણ હું લાકડીના ટેકા વગર ચાલી શકતો ન હતો.

ત્યાર બાદ ફરીવાર ૨૦૧૩ના જુન મહિનાથી ડિસે. ૨૦૧૪ સુધીમાં છ સર્જરી કરવામાં આવી હતી અને અત્યાર છ સર્જરી કર્યા બાદ પણ પ્રેમ પટેલ ચાલી શકતો નથી. તેના ગરીબ પરિવારને જીવનની બચતના રૂ. ત્રણ લાખ આ સર્જરી પાછળ ખર્ચાઈ ગયા છે. હવે ૬-૬ સર્જરી બાદ પણ પ્રેમ પટેલની હાઈટ વધવાની વાત તો એક બાજુ રહી, પરંતુ પથારીવશ થતાં તેણે હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

 

admin

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

9 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

9 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

9 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

9 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

9 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

9 hours ago