Categories: Business

હવે નાના શહેરમાં BPO ખોલવા માટે ૫૦ ટકા મૂડી સહાય મળશે

નવી દિલ્હીઃ નાનાં શહેરોમાં બીપીઓ બિઝનેસ શરૂ કરવાની સારી તક છે. કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ માટે ઈન્ડિયા બીપીઓ પ્રમોશન સ્કીમ તૈયાર કરી છે. આ યોજના હેઠળ સરકાર બીપીઓના બિઝનેસ માટે પ્રારંભિક મૂડીના ૫૦ ટકા સુધીની સહાય આપશે. મંત્રાલયે આ માટે એક્સ્પ્રેસન ઓફ ઇન્ટ્રેસ્ટ પણ જારી કર્યો છે. કંપનીઓ ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. નવી યોજનાથી સરકારને ૧.૫૦ લાખ રોજગાર ઊભા થવાની આશા છે.

કમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈન્ડિયા બીપીઓ પ્રમોશન સ્કીમ દેશના ૨૭ રાજ્યમાં લાગુ પડશે. જે શહેરોમાં બીપીઓ ઈન્ડસ્ટ્રી ડેવલપ થઈ નથી તે શહેરમાં જ આ યોજના લાગુ પડશે. આ સ્કીમ નેશનલ કેપિટલ રિજિયન, બેંગલુરુ, ચેન્નઈ, પુણે, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ શહેરને લાગુ નહીં પડે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતનાં રાજ્યોને પણ લાગુ પડશે નહીં.

આ સ્કીમ હેઠળ બીપીઓ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ૫૦ ટકા સુધીની મૂડી સહાય આપશે, જે પ્રતિ સીટ મહત્તમ રૂ. એક લાખ સુધી મળશે. આ સ્કીમમાં ૧૮ કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જેના માટે વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ પેટે સરકાર ૫૦ ટકા સુધી મૂડી સહાય કરશે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

12 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

12 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

13 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

13 hours ago