સેન્સેક્સની સાત કંપનીઓની માર્કેટ કેપમાં રૂ. ૬૦,૬૦૦ કરોડનો ઘટાડો

મુંબઇઃ પાછલા સપ્તાહે સેન્સેક્સમાં ૧.૨ ટકા, જ્યારે નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. એ જ પ્રમાણે બેન્ક નિફ્ટીમાં ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેને લઇને સેન્સેક્સની માર્કેટ કેપમાં રૂ. ૬૦,૬૦૦ કરોડનો ઘટાડો નોંધાયો છે. શેરબજારમાં વેચવાલીની સૌથી વધુ અસર સન ફાર્મા કંપનીના શેર્સ ઉપર પડી છે. ટીસીએસ, એચડીએફસી બેન્ક, કોલ ઇન્ડિયા, આઇટીસી, ઓએનજીસી, એસબીઆઇની માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે તો બીજી બાજુ રિલાયન્સ, ઇન્ફોસિસ અને એચડીએફસીની માર્કેટ કેપમાં સુધારો નોંધાયો છે.સન ફાર્મા કંપનીની માર્કેટ કેપ રૂ. ૨૬,૬૧૪.૩૮ કરોડ ઘટી રૂ. ૨,૦૧,૧૧૧.૮૩ કરોડ થઇ ગઇ છે, જ્યારે ટીસીએસની માર્કેટ કેપ ઘટીને રૂ. ૧૦,૮૯૦.૫૩ કરોડ ઘટીને રૂ. ૪,૯૦,૪૧૬.૫૨ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ કેપમાં રૂ. ૮,૦૮૪.૯૪ કરોડનો ઘટાડો થયો છે. એ જ પ્રમાણે આઇટીસી કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. ૫,૯૧૧.૨૧ કરોડ થઇ ગઇ છે. એસબીઆઇની માર્કેટ કેપમાં પણ રૂ. ૫,૭૧૨.૪૯ કરોડનો ઘટાડો થઇ રૂ. ૧,૯૯,૩૬૯.૫૮ કરોડ થઇ ગઇ છે.તો બીજી બાજુ ઇન્ફોસિસની માર્કેટ કેપ રૂ. ૨૦,૦૬૩.૮૧ કરોડનો વધારો થઇ રૂ. ૨,૫૦,૨૧૭.૬૭ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે, જ્યારે એચડીએફસીની માર્કેટ કેપમાં રૂ. ૪,૩૧૧.૪ કરોડ અને રિલાયન્સની માર્કેટ કેપમાં રૂ. ૧,૦૬૭.૧૧ કરોડ વધારો થયો છે. માર્કેટ કેપના દૃષ્ટિકોણથી ટીસીએસ પ્રથમ ક્રમે છે.
You might also like