Categories: India

સાવધાન…. ISIS હવે પોતાની જાળ ફેલાવી રહ્યું છે

સિરિયા અને ઇરાનમાં ખોફનાક આતંક અને હાહાકાર મચાવનાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ હવે પોતાની જાળ વધુને વધુ ફેલાવી રહ્યું છે અને અહેવાલો અનુસાર આઇએસઆઇએસનો ડોળો હવે ભારત પર છે. આ ખુંખાર ત્રાસવાદી સંગઠન હવે ભારતીય સરહદના ઉંબરે ટકોરા મારી રહ્યું છે અને બાંગ્લાદેશ નજીક એક ઇટાલિયનની હત્યા પણ કરી છે. જાણીતા બાંગ્લાદેશ લેખિકા તસ્લીમા નસરીને સાચું જ કહ્યું છે કે આજે આઇએસઆઇએસ બાંગ્લાદેશમાં છે, કાલે પાકિસ્તાન પહોંચશે અને તેના બીજા દિવસે ભારત આવી જશે.

બીજી ચિંતાજનક વાત એ છે કે ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસ હિંદુસ્તાની મુસલમાનોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.  અત્યાર સુધીમાં બે ડઝન કરતાં વધુ ભારતીય યુવાનો આઇએસઆઇએસના કબજાવાળા વિસ્તારોમાં પહોંચી ચૂકયા છે. તેમાં ભારતમાં વસતા અને વિદેશમાં વસતા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ઇરાક અને સિરિયાની સરહદ સાથે જોડાયેલા એક વિશાળ વિસ્તાર પર આઇએસઆઇએસનો કબજો છે. મહારાષ્ટ્રના કલ્યાણના અરિબ માજિદ અને કતારમાં ભારતીય મૂળની એક ર૦ વર્ષીય યુવતી આઇએસઆઇએસના ગઢની મુલાકાત લઇને પરત આવી ચૂકી છે. વધુને વધુ ભારતીય યુવાનો આઇએસઆઇએસમાં ભરતી થઇ રહ્યા છે.

બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ડિપ્લાેમેટિક ક્વાર્ટર  વિસ્તારમાં અેક ઈટાલિયન નાગરિકની ગાેળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસઅે લીધી છે. સુરક્ષા અધિકારીઆેઅે જણાવ્યું કે બાંગ્લાદેશમાં આતંકવાદી સમૂહનાે આ પ્રથમ હુમલાે હાેઈ શકે છે. આઈબી અને સુરક્ષા સંસ્થાઆેના અેલર્ટ બાદ દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ સહિત અનેક સ્થળાેઅે સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. ઢાકા પાેલીસના જણાવ્યા અનુસાર સાેમવારે સાંજે ૫૦ વર્ષીય સી. તાવેલા ગુલશન બજારના ડિપ્લાેમેટિક કવાર્ટર વિસ્તારમાં જાેગિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ખૂબ જ નજીકથી ગાેળી મારવામાં આવી હતી.  તાવેલાને હાેસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

તાવેલા નેધરલેન્ડ આધારિત આઈસીસીઆે કાે-આેપરેશનની પરિયાેજના પ્રાેફિટેબલ આેપોર્ચ્યુનિટી ફાેર ફૂડ સિક્યાેરિટીના વડા તરીકે ફરજ બજાવતા હતા, જાેકે હજુ સુધી હત્યારાઆે અંગે જાણ થઈ શકી નથી, પરંતુ આ હત્યા અંગે પહેલાંથી જ ષડ્યંત્ર રચાયેલું હાેય તેમ લાગે છે. તાવેલા પાસે કાેઈ કીમતી ચીજ કે વધુ પૈસા ન હતા, તેથી અેવું લાગે છે કે આ હત્યાકાંડને યાેજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યાે છે. ભારતની સરહદ નજીક આ ઘટના બની હાેવાથી દિલ્હીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાંઆઈઅેસઆઈઅેસ સાથે ૧૦ દિવસ ગુજારી પરત ફરેલા જર્મની પત્રકાર જર્ગન ટાેડેનહાેફરે દાવાે કર્યાે છે કે આઈઅેસઆઈઅેસના આતંકવાદીઆે એકસાથે ૫૦ કરાેડ લાેકાેનાે ખાતમો બાેલાવવા પરમાણુ હુમલાે કરવાની તૈયારી કરી રહ્યા છે. ૭૫ વર્ષીય પત્રકારે આતંકવાદીઆે સાથે વીતાવેલા સમય અંગે પાેતાના નવા પુસ્તક ઈનસાઈડ આઈઅેસ-૧૦ ડેજ ઈન ધ ઈસ્લામિક સ્ટેટમાં આ માહિતી આપી છે. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું કે આતંકવાદીઆે પશ્વિમી દેશાેના તમામ લાેકાેને મારી નાખવા માગે છે અને વિશ્વભરમાં ઈસ્લામિક શાસન લાદવા માગે છે. આમ જ્યારે આઇએસઆઇએસ પોતાની જાળ સમગ્ર વિશ્વ બિછાવી રહ્યું છે ત્યારે માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા અને યુરોપ સહિત તમામ દેશોએ આઇએસના બદઇરાદા નિષ્ફળ બનાવવા માટે સંગઠિત બનવાની જરૂર છે અને કોઇ પણ સંજોગોમાં હવે આઇએસની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવી પડશે.

admin

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

9 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

10 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

10 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

10 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

10 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

10 hours ago