Categories: Dharm

સાપ્તાહિક રાશિ ભવિષ્યઃ ૩૧ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી 

મેષઃ 

તમે સહેલાઈથી યોજના બનાવી શકશો. કયું કામ પહેલાં કરવું એ નક્કી કરજો. કાર્યનું ફળ મેળવવામાં પાંચ અઠવાડિયાથી વધુ સમય નહીં લાગે. મજબૂત ક્ષેત્રમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરશો. સ્વાસ્થ્યની કાળજી લેજો, નહીંતર કામમાં વિક્ષેપ પડશે કે વિલંબ થશે. વિઝા, ગ્રીનકાર્ડ કે અન્ય વિદેશી મામલા સાથે સંકળાયેલાં કામ સફળતાપૂર્વક પૂરાં થશે. વિદેશમાં વ્યવસાયિક સંપર્કો ઉભો થાય એવી પૂરતી સંભાવનાઓ રહેલી છે. 

વૃષભઃ 

આ સપ્તાહમાં આપ નૈતિક સુખ સમૃદ્ધિ અને નાણાકીય બાબતો તરફ પાછા ફરશો. અમુક નિયંત્રણમાં રહીને આપ આપની બચત મૂડી, સંયુક્ત મૂડી વગેરેનું આયોજન કરી શકશો. તત્ત્વજ્ઞાન અને ભૌતિકતાના સુંદર સમન્વય સાથે આપ યોગ્ય સમયે યોગ્ય કામ કરી શકશો. પછી તે કામ વિકાસ સમૃદ્ધિ, અંગત પ્રગતિ કે પરિવારના કલ્યાણ અર્થેનું હોઈ શકે છે. આ અઠવાડિયે આપ રાત દિવસ કામમાં રચ્યાપચ્યા રહેશો.

મિથુનઃ 

રોકાણ અને સોદાઓની બાબતમાં આપ વિજેતાના મૂડમાં હશો. તેથી સ્વાભાવિક રીતે જ સમૃદ્ધિ અને સંતોષ તથા નાણાંનો પ્રવાહ વહેતો થશે. શેરોના ભાવ ઊંચા જશે. આપના પ્રિય પાત્ર, મિત્રો કે દૂરનાં પરિવારજનો સાથે લાગણીઓની આપ લે કરશો. તે નવાં શિખરો સર કરશે. આપ મહેનતનું ઘણું સારું વળતર મેળવશો. આપને સ્વયંસ્ફુરિત પ્રેરણા થશે. આપના માટે પૈસા જરૂરી છે પણ તે જ સર્વસ્વ નથી. આ સપ્તાહે ખોટું પગલું ભરવાથી પોતાની જાતને રોકી શકશો. 

કર્કઃ

આ ઉન્નતિનો તબક્કો છે. પ્રગતિકારક વિચારો અને ફળદાયક પ્રવૃત્તિઓનું મહત્ત્વ વધારે રહેશે. આપની વધેલી નાણાકીય ક્ષમતા સુરક્ષિતતાનો અહેસાસ કરાવશે. આપ પોતાની ક્ષમતાઓ અને મૂલ્ય સમજશો અને તેથી બીજા પણ સમજશે. બૌદ્ધિક પડકારો પણ આપની સામે આવી શકે છે. પણ સમાન પ્રતિભા ધરાવતા લોકો સાથેની વિચાર વિનમય દ્વારા આપ પહોંચી વળશો. આશાસ્પદ સમય છે. કામ તથા લાગણી વચ્ચે મેળ રાખી શકશો.

સિંહઃ 

આ સમયગાળામાં આપ જેની સાથે સંબંધ ધરાવો છો તેવી તમામ બાબતોનો સાચો ઉકેલ અને જવાબ આપને મળી રહેશે. આપની આ સિદ્ધિ માટે કોઈ નિકટની વ્યક્તિ તરફથી મળેલી પ્રેરણા કારણભૂત હશે. આ બધી બાબતો આપને આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ કરાવશે. યોગ, ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિથી આપ આગળ વધો. કામમાં ગળાડૂબ હોવા છતાં તમે હળવાશ અને શાંતિનો અનુભવ કરશો. તમારો સૌમ્ય સ્વભાવ તમને સફળતા અપાવશે.

કન્યાઃ 

જ્યાં સુધી કારકિર્દીનો સવાલ છે. આપ નવી ઊંચાઈઓ સર કરશો. નવી જવાબદારીઓ આવી પડશે. તમે જવાબદારીઓ નિભાવવા છતાં વિશ્વ તરફથી અવગણના અને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણીઓ અનુભવી રહ્યા છો. આ સમય દરમિયાન તમે અંતરાત્માના અવાજને સાંભળશો અને ધાર્મિક બાબતોમાં રસ લેતા થશો. તમારું આંતરિક મનોબળ તમને સાચા નિર્ણય લેવામાં મદદરૂપ થશે. આ સપ્તાહ આપનો દૃષ્ટિકોણ બદલનાર અને જ્ઞાનપ્રદ રહેશે.

તુલાઃ 

આ અઠવાડિયે આપની પ્રવૃત્તિઓ હંમેશાં વધારે હશે. આપ ઘર પરિવારની બાબતો કરતાં અન્ય મહત્ત્વની ભૌતિક બાબતો, ખાસ કરીને આર્થિક બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. તમે પરિવાર અને બાળકો સાથે ખૂબ જ આનંદપૂર્વક સમય વીતાવશો. આપના અંગત જીવન વિશે કાળજી રાખશો. એટલું જ નહીં પણ શ્રદ્ધા, ભકિત અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ અનુકૂળ સમય રહેશે. તમને સ્વાદિષ્ટ અને સુરુચિપૂર્ણ ભોજન પ્રાપ્ત થશે. 

વૃશ્ચિકઃ 

આ સમયગાળામાં નવા પ્રેમસંબંધો બંધાવાના યોગો પ્રબળ છે. કેટલીક ગેરસમજોમાંથી આપને મુકિત મળે, દિશાહીન જીવનને ચોક્કસ ‌દિશા મળવા પણ સંભવ છે. આ સપ્તાહમાં તમે આપ્તજનો સાથે ઘણો વાર્તાલાપ કરશો અને વિચાર વિનિમયના આ પ્રસંગો તમને ફાયદારૂપ બની રહેશે. નાણાકીય આવકમાં વધારો થાય અને આવકના નવા સ્તોત્રો ઊભા થાય. જોકે દરેક કાર્યમાં પરિવારનો સપોર્ટ ન મળે.

ધનઃ

અસામાન્ય રીતે કામની દોડધામ રાખનારું સપ્તાહ છે. સપ્તાહ દરમિયાન મોટા ખર્ચા આવવાની સંભાવના હોવાથી બજેટ નક્કી કરી લેવાની ભલામણ છે. આપણી સમક્ષ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે જ્યાં તમારે ચોક્કસ પસંદગી કરવી મુશ્કેલ હશે. કોઇ સાથે ઘર્ષણ ઊભું થવાની શકયતા હોવાથી મિજાજ કાબૂમાં રાખવાની સલાહ છે. આ સપ્તાહે તમને ઘણી બધી ચિંતા મુશ્કેલીઓ હેરાન પરેશાન કરશે.

મકરઃ 

આ પરિણામોનું સપ્તાહ છે. ગયા મહિને આપે જે ઊંડી સૂઝ કેળવી તેનાથી આપને ઘણો સંતોષ થશે. તેને અમલમાં મૂકવાથી આપને અદ્ભુત પરિણામ મળશે. પરમ કૃપાળુ ઇશ્વરે આપના માટે ઊભી કરેલી તમામ તકોનો લાભ આપે લેવો જ રહ્યો. આપના નવા દૃષ્ટિકોણને કારણે આપનાં વખાણ થશે. સહયોગ અને સહકારથી આપનું કામ ચાલતું રહેશે. ગયા કેટલાક અઠવાડિયાંથી વિકાસની જે ગતિ ચાલુ છે એ જ રીતે ચાલુ રહેશે.

કુંભઃ

બાળકો, લોન, ફંડ, સર્જનાત્મક કાર્યોમાં તમે સતત વ્યસ્ત રહેશો અને તમારી અંદરનું શ્રેષ્ઠ તત્વ બહાર આવશે, પણ સ્વાસ્થ્ય બાબતે તમારે ઓગસ્ટ મહિનાના અંત સુધી કેટલીક સમસ્યાઓ આવતી રહેશે. મિત્રોની સંખ્યામાં વધારો થાય પણ આ તબક્કે તમને કામમાં ન આવતા લોકોથી દૂર રહેવાની સલાહ છે. તમારી આવડતમાં વૃદ્ધિ થાય અને આનંદદાયક પ્રવૃત્તિઓ વધશે. તમે મનોરંજન, ખરીદી, આનંદ અને પાર્ટીમાં આપની જાતને પ્રવૃત્ત રાખશો.

મીનઃ 

આ સમયગાળામાં તમે તમારી આવડતો, ઊર્જા અને વ્યવસાયિક ઉપાધિઓ પ્રત્યે જ કેન્દ્રીત રહેશો. તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી, વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવશો.

admin

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

9 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

10 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

10 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

11 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

11 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

13 hours ago