સાપ્તાહિક રાશિભવિષ્યઃ જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું

મેષ (અ,લ,ઈ) : કોઇપણ વ્યક્તિને પ્રામાણકિતાથી ચાહે છે, પણ જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે ત્યાં માર ખાઇ જાય છે. ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને આપ લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કેવી રીતે કરી શકાય તે શીખી રહ્યા છો. સ્વાભાવિક રીતે જ આપ ઋજુતા અને કોઇ દ્વારા લેવાતી આપની કાળજીનો આનંદ અનુભવી શકશો. આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનમુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આપના ઉદ્દેશ્યો અને ધ્યેયનું વિશ્લેષણ કરો અને તેને ઇચ્છિત દિશામાં વાળો.

વૃષભ (બ,વ,ઉ) : આપની કલ્પના, ક્ષમતા અને આશાવાદમાં જબરદસ્ત વધારો થશે. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિઓ, મિત્રો અને નવા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન માટે સમય ફાળવશો. આ સમયે આપને તંત્ર મંત્ર, નક્ષત્ર ભૌતિક રાસાયણિક શાસ્ત્રમાં રસ પડે તેવી પણ શક્યતા છે. આપ જે દૃષ્ટિકોણ મેળવશો તેનાથી વધુ સર્જનાત્મક બનશો. તે આપના અંગત જીવનમાં પણ નવા રંગ ઉમેરશે. આ સમય ઘણા બૌદ્ધિક ફાયદોઓ મેળવવાનો છે. જે આપની દૃષ્ટિ વિસ્તારશે. આ બધું જ માણી લેવા ગણેશજી જણાવે છે.

મિથુન (ક,છ,ઘ) : વ્યક્તિગત, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આર્થિક દૃષ્ટિએ આપ એક પતંગિયાંની જેમ વૃ‌િદ્ધ પામો. વિકસો અને રૂપાંતરિત થાઓ. આ વિકાસ બૌ‌િદ્ધક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે. જેમ કે રિફ્રેશનર કોર્સ, સંશોધન વગેરે. આ‌ વિકાસયાત્રામાં સંદેશવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્વના છે તેથી ગણેશજી આપને એકલા નહીં પડી જવા માટે ચેતવે છે. લોકો આપને મદદ કરશે તેથી તેના પર વિશ્વાસ મૂકતાં શીખો. તક યોગ્ય સમયે ઝડપી લેવી જોઇએ. આ અઠવાડિયે તમે આગળના મહિનાનું આયોજન કરશો.

કર્ક (ડ,હ) : આ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ‌ભવિષ્ય પર થશે. કર્ક જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મૂલ્યાંકન કરે છે. અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે. આપનું જીવન હવે ઘણાં ક્ષેત્રે, ખાસ કરીને ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્ર‌ગતિ કરશે. આધ્યાત્મિક બાબતો જાણવાની ઇચ્છા વધુ દ્રઢ બનશે.

સિંહ (મ,ટ) : આ સપ્તાહે આપની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થશે. આપ જે રીતે લોકોનો સંપર્ક કરી રહ્યા છો તે આપનો વધતો જતો આત્મવિશ્વાસ અને સફળતા દર્શાવે છે. કોઇપણ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ માટે લોકોને મળવું આવશ્યક છે. ગણેશજી કહે છે કે કામની અવગણના કરશો નહીં. આપના પરિવારજનો અને સ્વજનો આપના પગ જમીન પર રાખશે. થોડા ધીમા પડવાની પણ જરૂર છે. આપ માનવતાવાદી છો. તેથી આપ પ્રેમપૂર્વક કામ કરો છો. તેનાથી આપ લોકોને વધારે વશ કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ) : આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે. પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાની જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશો. તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે. આપ આપની માન્યતા-વલણમાં સુરક્ષિત હોવાની બીજા માટે સહાયરૂપ છો.

તુલા (ર,ત) : આ સપ્તાહે આપની પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી, સરાહનીય બની રહેશે. આપના માટે આ સમય ફક્ત સારો જ છે એટલું જ નહીં આપ આ સમય દરમિયાન પાર્ટી, સગાં સંબંધીઓ મિલન મુલાકાત, ગીત સંગીત પણ દિલથી માણશો. આ તબક્કો સંપૂર્ણપણેે આનંદ પ્રમોદનો હશે. કામ અને સામાજિક મેળવાડામાં ભાગ લેવો બન્ને પ્રવૃત્તિઓ તેમજ ગમશે, પરંતુ આ સતાહે આપતે જે સૌથી વધુ ગમે તેવી વાત હોય તે ભાત ભાતના મિજાજ ધરાવતા લોકો સાથનો પરિચય હશે.

વૃશ્ચિક (ન,ય) : આ અઠવાઠિયે તમે જે મહેનત કરશો એની સફળતા, પ્રસિદ્ધ, ઓળખ તમને મળવાને લીધે તમે એ મહેનતનો આનંદ પણ માણી શકશો. એના લીધે ભવિષ્યમાં પણ તમે માન સન્માન મળી શકે છે. નાણાંને લગતી બાબતોને આપ ઘણું મહત્વ આપશો. નાણાકીય બાબતો, આપની આવક, જવાબદારીઓ, મિલકત અને ભાવિ યોજનાઓ પાછળ આપ આપનું મગજ લડાવશો, પરંતુ આપત્તિના સમય માટે બચત સાચવી રાખવા ગણેશજીની ડહાપણભરી સલાહ છે.

ધન (ભ,ધ,ફ) : નવાં શિખરો સર કરવાનું સપ્તાહ છે. પરંતુ આ અંગે સ્પષ્ટતા કરતાં ગણેશજી કહે છે આપે બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષેત્રમાં આ ઊંચાઇએ પહોંચવાનું છે. મુસાફરી સરળ રહેશે એ જ રીતે જીવન અને અન્ય લોકો પ્રત્યેનો આપનો અભિગમ પણ સરળ રહેશે. પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ, નોકરી, ધંધા વ્યવસાયમાં પ્રગતિ, લગ્નજીવનમાં સંવાદિતા, આનંદ અને સારી સોબત આ બધું જ આપને આ સમયગાળા દરમિયાન મળશે. ખરેખર આ તબક્કો આપના માટે સ્વપ્નની દુનિયા જેટલો સુંદર હશે.

મકર (ખ,જ) : આ સપ્તાહમાં આપને અચાનક જ વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે અને સમજાશે કે અત્યાર સુધી આપે અનુભવેલો સુખદ સમય ગઇ ગુજરી બની ગયો. ફરી એકવાર આપ ચિંતા અને ટેન્શનથી ઘેરાયેલા હશો. તેથી આપે ઘર અને કાર્યક્ષેેત્રે જે તબદિલીની આશા રાખી હતી તે ફેરફાર થતાં હજી થોડો વારે સમય લાગશે. કોઇપણ રીતે આ સમય આપની તાકાત અને નબળાઇઓનું પુનરાર્વતન કરવાનો છે. તમે જે મહેનત કરીને પાયો નાખશો, એ તમને સદ્ધર કરશે જ  સાથે સામાજિક  પ્રતિષ્ઠા પણ અપાવશે.

કુંભ (ગ,શ,સ) : આ સમયગાળો એવો હશે જેમાં આપ મોજ મજા અને મનોરંજન જેવી વસ્તુઓ ભૂલી જ જશો. બધી બાજુએથી તમામ પ્રકારનાં ટેન્શન અને ચિંતાઓ આપને ઘેરી વળશે. આટલું ઓછું હોય તેમ લોકો સાથે મુલાકાત, મિટિંગો, કોન્ફરન્સો જેવી વધારાની પ્રવૃત્તિઓથી આપનો કામનો બોજ વધશે. વધારામાં ઘરમાં રિનોવેશન કે સમારકામ શરૂ થશે તેનું પણ ટેન્શન રહેશે. આવી પરિસ્થિતિમાં ગણેશજી આપને શાંત રહેવા જણાવે છે કારણ કે તેઓ આપની ચિંતાઓ દૂર કરવામાં આપને મદદ કરવાના છે.

મીન (દ,ચ,ઝ,થ) : આ સપ્તાહે સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. તેનો અર્થ એવો નથી કે આપ ખોટા જઇ રહ્યા છો. ફક્ત એટલું જ કે આ સપ્તાહે આપ દરેક કામમાં યોગ્ય વલણ અપનાવવાનો આગ્રહ રાખશો. આ આશાવાદી દૃષ્ટિકોણને કારણે આપ સુખ અને દુઃખ તથા દરેક કસોટીમાંથી સળરતાથી પાર ઊતરી જશો. આ તબક્કામાં આપ માન્યતાઓ, પ્રેરણા અને દિશાની સાચી સમજણ પણ મેળવી શકશો.

You might also like