Categories: India

સંસદ યુદ્ધ માટેનો અખાડો બની ગઇ છે : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૬૯માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ તમામ ભારતીયો સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને આંતરિક સલામતિ દળોને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ૧૫મી ઓગસ્ટે ૧૯૪૭ના દિવસે આપણે રાજકીય આઝાદી જીત્યા હતા. આધુનિક ભારતનો જન્મ એ ઐતિહાસિક ખુશીની ક્ષણ હતી. પરંતુ તે સમગ્ર દેશમાં અકલ્પનીય યાતનાના રક્તથી પણ રંગાયેલી હતી. બ્રિટીશ શાસન સામેના લાંબા સંઘર્ષના અથાગ પ્રયાસો દરમિયાન જાળવી રખાયેલા આદર્શો અને દૃઢ નિર્ધાર તંગદિલી હેઠળ હતા.

ભારતની ગરીમા, સ્વમાન અને સ્વાભિમાનને અતિવિશિષ્ટ નર-નારીઓએ આપણા બંધારણના સિદ્ધાંતોમાં વિશુદ્ધ કર્યાં હતાં. આપણને એક એવા બંધારણના આશીર્વાદ મળ્યા છે. જેણે મહાનતા તરફની ભારતની કૂચનો આરંભ કરાવ્યો હતો. આ દસ્તાવેજની સૌથી મૂલ્યવાન ભેટ લોકતંત્ર છે. જેણે આપણાં પ્રાચીન મૂલ્યોને ફરી આધુનિક સંદર્ભમાં ઢાળ્યાં અને બહુવિધ સ્વતંત્રતાઓને સંસ્થાકીય રૃપ આપ્યું હતું.

રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે સર્વોત્તમ વારસાને જાળવી રાખવા માટે નિરંતર કાળજીની જરૃર પડે છે. લોકતંત્રની આપણી સંસ્થાઓ દબાણ હેઠળ છે. સંસદ ચર્ચાના સ્થળના બદલે લડાઇના મેદાનમાં બદલાઇ ગઇ છે. બંધારણ ઘડતર સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે બંધારણ સભામાં સમાપન સંબોધન વખતે નવેમ્બર ૧૯૪૯માં કહેલા શબ્દો યાદ કરવાનો આ સમય છે. તેમણે કહ્યું હતું કે બંધારણ મુજબ કામ કરવાનું સંપૂર્ણપણે બંધારણના સ્વરૃપ ઉપર અવલંબિત નથી.

બંધારણીય તો ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા જેવા શાસનના અંગો જ પૂરાં પાડી શકે છે. શાસનનાં આ અંગોની કાર્યશીલતા જેના પર અવલંબે છે તે પરિબળો તો લોકો અને રાજકીય પક્ષો છે કે જેઓ તેમની આશાઓ અને તેમની રાજનીતિઓને મૂર્તિમંત કરવા માટે આ અંગોને સાધન બનાવશે. ભારતના લોકો અને તેમના રાજકીય પક્ષો કેવી રીતે વર્તશે તે કોણ કહી શકે છે ? લોકતંત્રની આપણી સંસ્થાઓ જો દબાણ હેઠળ હોય, તો લોકો અને તેમના પક્ષો દ્વારા ગંભીર વિચાર કરવાનો આ સમય છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર તેના ભૂતકાળમાં આદર્શવાદને ભૂલી જાય છે તે તેના ભવિષ્યમાંથી પણ કેટલુંક મહત્વનું ખોઇ બેસે છે. પેઢીઓની આકાંક્ષાઓ મુજબ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં અનેકગણો વધારો થયો છે અને તેમાં જરૃર કરતાંય વધારો ચાલુ છે. આપણે સ્વેચ્છાએ આપણો હાથ દોસ્તી માટે લંબાવી રહ્યા છીએ તો પણ ઉશ્કેરણી અને સલામતિનું વાતાવરણ બગાડવાના ઇરાદાપૂર્વકનાં કૃત્યો પ્રત્યે આપણે આંખો બંધ રાખી ના શકીએ. સરહદ પારથી કામ કરી રહેલાં વિષાકત ત્રાસવાદી જૂથોનું લક્ષ્ય ભારત છે.

હિંસાની ભાષા અને દુષ્કૃત્યોના પંથ સિવાય આ ત્રાસવાદીઓનો કોઇ ધર્મ નથી અને તે કોઇ આદર્શવાદને વળગેલા નથી. આપણા પાડોશીઓએ તે સુનિશ્ચિત કરવું જોઇએ કે ભારતને હાનિ પહોંચાડવા આ બળો તેમની ધરતીનો ઉપયોગ ન કરે. આપણી નીતિ ત્રાસવાદને જરા સરખો સહન નહીં કરવાની જ રહેશે. કોઇ સરકારની નીતિમાં ત્રાસવાદના એક સાધન તરીકેના કોઇપણ પ્રયાસને આપણે જાકારો આપીએ છીએ. આપણા પ્રદેશમાં ઘૂસણખોરી અને હિંસક અવ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસનો સખત હાથે સામનો કરાશે.

admin

Recent Posts

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

51 mins ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

1 hour ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

2 hours ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

2 hours ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

2 hours ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

3 hours ago