Categories: Gujarat

શ્રીલંકામાં આ પાંચ પાકિસ્તાની ફોર્મ્યુલા કારગત સાબિત થઈ શકે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સામે ૨૨ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર જીત મેળવવાનો પડકાર છે. આ પડકાર પાર પાડવા માટે ટીમ ઇન્ડિયાના યુવાન કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓને જીતની ફોર્મ્યુલા કોઈ અન્ય પાસેથી નહીં, બલકે પાકિસ્તાની ટીમ પાસેથી મળી છે. આ પડકાર માટે પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહ પાસેથી કોહલી એન્ડ કંપનીને લંકામાં ડંકો વગાડવા માટે જીતની જે પાંચ ફોર્મ્યુલા મળી છે તેના પર નજર કરીએઃ

• લેગ સ્પિનરને મુખ્ય હથિયાર બનાવો

છ વર્ષ બાદ શ્રીલંકાને તેની જ ધરતી પર હરાવનારા પાકિસ્તાન માટે મહત્ત્વની ભૂમિકા લેગ સ્પિનર યાસિર શાહે ભજવી હતી. યાસિર અંગે શ્રીલંકન બેટ્સમેનો બહુ જાણતા નહોતા. યાસિરે વિકેટે તો ઝડપી જ, બલકે તેની બોલિંગમાં રન બનાવવા પણ યજમાન બેટ્સમેનો માટે મુશ્કેલ બન્યા. યાસિરે ત્રણ ટેસ્ટમાં ૨૪ શિકાર કર્યા અને એ પણ ૨૦થી ઓછી સરેરાશથી. તેણે સૌથી કરકસરયુક્ત બોલિંગ પણ કરી. શું કોહલી માટે અમિત મિશ્રા આવી જ ભૂમિકા ભજવી શકશે, જે મિસબાહ માટે યાસિરે ભજવી હતી?

• ફાસ્ટ બોલિંગથી દબાણ બનાવો

મિશ્રાને સફળતા મળે એ માટે જરૂરી છે કે ભારતના ફાસ્ટ બોલર પણ વિરોધી ટીમ પર હુમલો કરે. ઇમરાન ખાન, વહાબ રિયાઝ અને રાહત અલીની ત્રિપુટીએ મળીને શ્રેણીમાં ૧૫ વિકેટ ઝડપી હતી અને એક છેડેથી સતત દબાણ બનાવી રાખ્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર પણ જો આમ કરી શકવામાં સફળ રહેશે તો અમિત મિશ્રા અને અશ્વિન ભજ્જી બાકીને બાકીનું કામ કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે.

• હેરાથ અને મેથ્યુસ પર હુમલો કરો

પાકિસ્તાની ટીમે વર્તમાન સમયમાં શ્રીલંકામાં સૌથી સફળ સ્પિનર રંગના હેરાથની સમગ્ર શ્રેણીમાં ધોલાઈ કરી હતી એટલું જ નહીં, કેપ્ટન એન્જેલો મેથ્યુસને પણ સફળતા માટે પાકિસ્તાની બેટ્સમેનોએ હંફાવી દીધો હતો. આ બે મહત્ત્વના ખેલાડીઓ મળીને શ્રેણીમાં ફક્ત બે જ વિકેટ ઝડપી શક્યા હતા.  આ વાત સાબિત કરે છે કે મહત્ત્વના ખેલાડી જો ફ્લોપ સાબિત થાય તો યજમાન ટીમની હાલત કેવી થઈ જાય છે.

• ફક્ત રન જ નહીં, આક્રમક સ્ટ્રાઇક રેટ પણ મહત્ત્વનો

પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાનાે કરુણારત્ને જ ૩૦૦થી વધુ રન બનાવનારો એકમાત્ર બેટ્સમેન હતો, પરંતુ યજમાન ટીમના અન્ય કોઈ બેટ્સમેને ટેસ્ટ શ્રેણી દરમિયાન કરુણારત્ને જેવી આક્રમકતા નહોતી દેખાડી, જેનાથી મેચ કે શ્રેણીનું પરિણામ બદલી શકાય. પાકિસ્તાનના સરફરાઝ અહમદે લગભગ ૮૫ અને અહમદ શહજાદે લગભગ ૬૨ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા, જેનાથી યુનિસ ખાન અને અઝહર અલીને ભરપૂર મદદ મળી. જો ટીમ ઇન્ડિયા માટે શિખર ધવન, કોહલી અને રોહિત શર્મા આક્રમક ક્રિકેટ રમે અને મુરલી વિજય, અજિંક્ય રહાણે યુનિસ ખાન અને અઝહર અલીની ભૂમિકા નિભાવે તો શક્ય છે કે પાકિસ્તાનની જેમ ટીમ ઇન્ડિયા પણ શ્રીલંકામાં લાંબા સમય બાદ ટેસ્ટ શ્રેણીમાં જીતનું સપનું પૂરું કરી શકે.

admin

Recent Posts

OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા

ટોકિયો: જાપાનના એક સ્કૂલ શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલોગ્રામ સાથે લગ્ન કરી લીધાં છે. ૩પ વર્ષીય આકીહીકો કોન્દોએ વેડિંગ સેરેમની પર…

2 mins ago

ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

ગુજરાત હાઇકોર્ટમાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી પટાવાળાની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં…

20 mins ago

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. પ્રથમ…

1 hour ago

રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની…

1 hour ago

પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ

ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે…

1 hour ago

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

13 hours ago