Categories: News

શ્રાવણના છેલ્લા શનિવારે હનુમાનજીના હિંડોળા

વડોદરા : પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ શનિવાર હોઇ. શહેરના હનુમાન મંદિરોમાં સંકટ મોચન મારૃતિ નંદનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શહેરના હનુમાન મંદિરોમાં આજે વહેલી સવારથી જ હનુમાનજીની પૂજા- અર્ચના તથા આરતી માટે લાંબી કતારો લાગી ગઇ હતી. હનુમાન મંદિરમાં અખંડ રામધૂન, હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના કાર્યક્રમો પણ થયા હતા. હનુમાનજીના મંદિરો જયશ્રી રામના નારાઓથી ગૂંજી ઊઠ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હનુમાન ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવતો હોઇ આજે વહેલી સવારથી જ દાદાની પૂજા અર્ચના માટે તેલ, આંકડા, ફુલની માળા, સિંદૂર જેવી પૂજા સામગ્રી સાથે મંદિરોમાં પહોંચી ગયા હતા. જ્યારે શહેરના કેટલાક પૌરાણિક હનુમાન મંદિરોમાં હોમ, હવન, મહાપ્રસાદી તથા મહાઆરતીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

શહેરના હરણી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની કતારો દર્શનાર્થે લાગી ગઇ હતી. વર્ષોની પરંપરા અનુસાર હરણીના હનુમાન મંદિરે મેળો પણ યોજાયો હતો. જ્યારે સસયાજીગંજ વિસ્તારમાં પંચમુખી હનુમાનજીના મંદિરે, સુરસાગર તળાવના કિનારા સ્થિત હઠીલા હનુમાન, નવાબજાર સ્થિત રોકડનાથ મંદિરે તથા વાડી વિસ્તારમાં સૂર્યમુખી હનુમાનજીના મંદિરે તથા શહેરના અન્ય મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ વહેલી તકે ફરી પાછા તંદુરસ્ત બની સામાન્ય જીવન જીવતા થાય તેવા શુભ હેતુથી હોસ્પિટલના સ્ટાફ તથા સુપ્રિટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે સયાજી હોસ્પિટલના અધિક્ષકની કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાંથી અસંખ્ય લોકો છેલ્લો શનિવાર હોવાથી ઝંડ હનુમાન અને સારંગપુર દર્શનાર્થે ગયા હતા.

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

4 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

4 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

6 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

6 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

6 hours ago