Categories: India

શિવ સૈનિકોએ સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર શાહી ચોપડીને મોં કાળું કર્યું

મુંબઈઃ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહંમદ કસૂરીના પુસ્તકના વિવેચન સમારોહના આયોજક સુધીન્દ્ર કુલકર્ણીના ચહેરા પર આજે સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ શાહી ચોપડીને તેમનું મોં કાળું કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કુલકર્ણીએ આ ઘટના માટે શિવસેના પર આરોપ મૂક્યો છે. કસૂરીના પુસ્તક ‘નાઈધર અ હોક નોર અ ડવ’નું આજે સવારે મુંબઈમાં લોન્ચિંગ હતું. આ લોન્ચ ઈવેન્ટનું આયોજન સુધીન્દ્ર કુલકર્ણીએ કર્યું હતું. એવું કહેવાય છે કે શિવસેના મુંબઈમાં આ બુક લોન્ચિંગ ઈવેન્ટનો વિરોધ કરી રહી છે.

શિવસેનાએ કસૂરીના પુસ્તકનાે લોન્ચિંગ કાર્યક્રમ રદ કરવા માટે પણ ધમકી આપી હતી. જોકે સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રદ થશે નહીં. રવિવારે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પક્ષના કાર્યકરોને કસૂરીના પુસ્તકના વિમોચન સમારોહને અટકાવવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કુલકર્ણીએ આ ઈવેન્ટ માટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી સિક્યોરિટીની માગણી કરી હતી.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું કે હું જ્યારે આજે સવારે મારી ગાડીમાં બેસવા જતો હતો ત્યારે શિવસેનાના ૧૦થી ૧૫ કાર્યકરોએ મને ઘેરી લીધો હતો. મને એ‍વી ગાળો આપી હતી, જે હિન્દુત્વ માટે શોભાસ્પદ નથી. ત્યાર બાદ તેમણે મારા ચહેરા પર શાહી ફેંકી હતી. આ ઘટનાની પ્રતિક્રિયા આપતાં કુલકર્ણીએ જણાવ્યું હતું કે હું માત્ર એટલું જ કહી શકું કે ‘સબ કો સન્મ‌િત‌ દે ભગવાન.’

સુધીન્દ્ર કુલકર્ણી ફોરેન પોલિસી ‌થિન્ક ટેન્ક ઓબ્ઝર્વર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરમેન છે. તેમના આ ઓર્ગેનાઈઝેશન દ્વારા કસૂરીના પુસ્તકનું લોન્ચિંગ થનાર છે. સુધીન્દ્ર કુલકર્ણી પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સ્પીચ રાઈટર તરીકે રહી ચૂક્યા છે.

આઈઆઈટી ગ્રેજ્યુએટ સુધીર કુલકર્ણી ૧૩ વર્ષ ભાજપમાં રહ્યા બાદ ૨૦૦૯માં પક્ષનો સાથ છોડી દીધો હતો. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે કસૂરીનું પુસ્તક કોઈ પણ સંજોગોમાં લોન્ચ થવું જોઈએ. આવી તાલિબાની ગુંડાગીરી વિરુદ્ધ તમામ ઉદારવાદીઓએ સંગઠિત થવું જોઈએ. આપણે હિન્દુસ્તાનમાં દેશી તાલિબાન ઈચ્છતા નથી.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago