[:en]Mumbai : Shiv Sena protested against Pakistan Former Foreign Minister Kasuri’s book release after that the differences have been raised in between BJP and Shiv Shena in Maharashtra. Maharashtra cabinet ministers were ready to give their resignations from coalition of government if they were asked by Uddhav Thackeray the chief of Shiv Sena. Thackary called and honored the Shiv Sena followers at Matoshri who had thrown black ink on Sunidhra Kulkarni. Thackeray by lashing out on Kulkarni said that the highest threat for our country is not terrorist but people like Kulkarni.

Shiv Sena’s mouthpiece ‘Saamana’ editorial has locked on target once again against Sudhindra Kulkarni. Not just that the Shiv Shainiko who had smeared black ink on Sundhindra Kulkarni were given the degree of Patriotism. It is also written in “Tantri” editorial that, the way Kulkarni was wondering with his blacked face in whoopee and pride is the extent of his audacity.

It is written in “Saamana” that the face that has been praising Pakistan, is painted black by the patriotic and people all around were applauding merrily. Sudhindra Kulkarni has hailed as Pakistan’s agent in ‘Saamana’ and it has not been determined yet that on Pakistan’s agent whether black ink has been smeared or asphalt. One thing is very clear, that the one who had ever put the country on pledge for Pakistan would have to wonder with black face.

The wicked work that 100 Kashab together would have not done, such work has been done by feeble such as Kulkarni in India. Shiv Sena has considered the act of smearing black paint on Kulkarni’s face as patriotism and said that the Patriotism is the soul business of Maharashtra and Shiv Sena will be honest towards its work. “What that we shall kill the Patriotism in our souls for Pakistan? “ Shiv Sena has asked the question in ‘Saamana’.

Uddhav Thackeray honored the Shiv shouldiers in Matoshri who had smeared Kulkarni’s face with black ink. He said that if the border security soldiers are being honored than why not the soldiers who had fought with internal enemies are being honored? The dispute has been increased between Shiv Sena and the running government BJP. According to reports, the chief of Shiv Sena Uddhav Thackeray can tell to resign from the government to his ministers.

Both parties had dispute yesterday on the matter of Book Release of Pakistan Former Foreign Minister Khurshid Ahemad Kashuri. Shiv Sena followers had thrown ink on the Kulkarni the former member of BJP who was helping in book releasing. Minister Fadnavis had strict warning to Shiv Sena for such incident. According to the report Shiv Sena may ask to resign the all ministers from Fadnavis government. It has been known, that Shiv Sena has taken such decision after the incident of yesterday.

Some leaders of Shiv Sena says that, the party should not be in the government after watching the reactions of BJP. A leader of Shiv Sena has said that the way of BJP on Pakistan is now like Congress used to have. According to the reports of Shiv Sena leaders that the biggest tension for Shiv Sena is the increasing popularity for BJP. Said the Shiv Sena larders that Shiv Sena has to pay the price for BJP’s success.

Shiv Sena is upset with two mattet that Why did Fadnavis give security in Kashuri’s book releasing? and Shiv Sena is going to fight the election separately in Maharashtra. Modi was recently in Mumbai. But no one from Shiv Sena had gone to meet him. Bhajap is also upset with this. As per the information Shiv Sena is upset with some decisions made by Fadanvis. Therefore, may separate from the government. According to Shiv Sena, Bhajap is losing its popularity in Maharashtra and coalition with Bhajap can be harmful for Shiv Sena also.[:de]

મુંબઈ : પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી કસૂરીના પુસ્તક વિમોચનના શિવસેનાએ કરેલા વિરોધ બાદ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો ઉભા થયા છે. મહારાષ્ટ્રની કેબિનેટના પ્રધાનોએ શિવસેના વડા ઉધ્ધ્વ ઠાકરે કહે તો ગઠબંધન સરકારમાંથી પોતાના રાજીનામા આપી દેવાની પણ વાત કરી હતી. ઠાકરેએ ભાજપના સુધીન્દ્ર કુલકર્ણી પર કાળી શાહી ફેંકનારા શિવસૈનિકોને માતોશ્રી બોલાવીને તેમનું સન્માન કર્યું હતું. ઠાકરેએ કુલકર્ણી પર પોતાના પ્રહારો ચાલુ રાખતા કહ્યું હતું કે આપણા દેશને સૌથી વધારે ખતરો આતંકવાદીઓથી નથી પરંતુ  કુલકર્ણી જેવા લોકોથી છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં ફરી એકવાર સુધીન્દ્ર કુલકર્ણી સામે નિશાન તાકવામાં આવ્યું છે. એટલું જ નહીં સુધીન્દ્ર કુલકર્ણી પર શાહી ચોપડીનેતેમનું મોં કાળું કરનાર શિવસૈનિકોને રાષ્ટ્રભકતની ઉપાધિ આપવામાં આવી છે. તંત્રીલેખમાં લખ્યું છે કે સુધીન્દ્ર કુલકર્ણી જે રીતે કાળું થોબડું લઈને આનંદના અતિરેકમાં અને અભિમાનથી ઘૂમી રહ્યા હતા એ તેમની બેશરમીની હદ છે.

‘સામના’માં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ચમચાગીરી કરનારાનું થોબડું રાષ્ટ્રભકત પ્રજાએ કાળું કરી દીધું અને તેના માટે જનતા આનંદપૂર્વક તાળીઓ વગાડી રહી છે. ‘સામના’માં સુધીન્દ્ર કુલકર્ણીને પાકિસ્તાનનો એજન્ટ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ પાકિસ્તાની એજન્ટ પર કાળી શાહી ચોપડવામાં આવી છે કે ડામર તે હજુ નક્કી કરવાનું બાકી છે. એક વાત નક્કી છે કે પાકિસ્તાનીઓ માટે દેશને ગીરવે રાખનારને કાળું થોબડું લઈને જ ફરવું પડશે.

૧૦૦ કસાબ મળીને જે કામ ન કરી શકે તે નાપાક કામ કુલકર્ણી જેવાં સુરસુરિયાં બોમ્બ હિન્દુસ્તાનમાં કરી રહ્યા છે. કુલકર્ણીના ચહેરાને કાળો કરવાના કૃત્યને શિવસેનાએ રાષ્ટ્રભકિત અને દેશનિષ્ઠા ગણાવ્યાં છે અને જણાવ્યું છે કે દેશનિષ્ઠા અને દેશનું રક્ષણ એ મહારાષ્ટ્રનો ધંધો છે અને શિવસેના આ ધંધો ઈમાનદારીપૂર્વક કરી રહી છે. શું અમારે પાકિસ્તાનીઓ માટે રાષ્ટ્રભકતોની ભાવનાને મારી નાંખવી? એવો પ્રશ્ન શિવસેનાઅ ‘સામના’માં કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કુલકર્ણીનું મોં કાળુ કરનારા શિવ સૈનિકોનું માતોશ્રીમાં બહુમાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરહદની સુરક્ષા કરનારા જવાનોનું બહુમાન કરી શકાતું હોય તો આંતરીક દુશ્મનો સામે લડનારાઓનું બહુમાન કેમ ના કરાય? મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલા ભાજપ-શિવસેના વચ્ચે વિખવાદ વધી ગયો છે. મળતા અહેવાલો મુજબ શિવસેના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરે પોતાના પ્રધાનોને દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી રાજીનામુ આપી દેવા જણાવી શકે છે.

બંને પક્ષો વચ્ચે ગઇકાલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ અહમદ કસુરીના પુસ્તકના વિમોચનને લઇને વિવાદ થયો હતો. આ પુસ્તકને રિલીઝ કરવામાં મદદ કરી રહેલા ભાજપના પૂર્વ સભ્ય કુલકર્ણીના ચહેરા ઉપર શિવસૈનિકોએ શાહી ફેંકી હતી. મુખ્ય મંત્રી ફડણવીસે આ ઘટના અંગે શિવસેનાને ઝાટકી હતી. એક અહેવાલ મુજબ ઉધ્ધવ ઠાકરે ટૂંક સમયમાં શિવસેના કોટામાંથી બધા પ્રધાનોને ફડણવીસ સરકારમાંથી રાજીનામુ આપી દેવા જણાવી શકે છે. જાણવા મળે છે. કે ગઇકાલની ઘટના પછી શિવસેનાએ આ નિર્ણય લીધો છે.

શિવસેનાનાં કેટલાક નેતાઓનું કહેવું છે કે, પક્ષે હવે ભાજપનો વ્યવહાર જોતા સરકારમાં રહેવું ન જોઇએ. શિવસેનાના એક નેતાએ કહ્યું છે કે પાકિસ્તાન પર ભાજપની નીતિ હવે કોંગ્રેસ જેવી થઇ ગઇ છે.શિવસેનાના નેતાઓના હવાલાથી અહેવાલ જણાવે છે કે, શિવસેનાનું સૌથી મોટું ટેન્શન મહારાષ્ટ્રમાં ભાજપની વધતી લોકપ્રિયતા છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે, ભાજપની સફળતાની કિંમત શિવસેનાએ ચૂકવવી  પડશે.

શિવસેના એ બાબતને લઇને નારાજ છે કે, ફડણવીસે કસુરીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સુરક્ષા કેમ આપી? મહારાષ્ટ્રના કેટલાંક કોર્પો.ની ચૂંટણી પણ શિવસેના અલગથી લડવા જઇ રહી છે. હાલમાં જ મોદી મુંબઇ આવ્યા હતાં. પણ તેમને મળવા શિવસેનામાંથી કોઇ ગયું નહોતું. ભાજપ આનાથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફડણવીસના કેટલાંક નિર્ણયોથી શિવસેના નારાજ છે. તેથી સરકારથી અલગ થઈ શકે છે. શિવસેનાનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે અને જો ગઠબંધન ચાલુ રહે તો શિવસેનાને નુકસાન થઇ શકે તેમ છે.

[:]

You might also like