‘વોરિયર’ની કંગાળ રિમેકઃ એક્શન અને ઇમોશનનો ‘અોવરડોઝ’

કરણ મલ્હોત્રા દિગ્દર્શિત એક્શન ડ્રામા ફિલ્મ ‘બ્રધર્સ’ હોલિવૂડ હિટ ‘વોરિયર’ની રિમેક છે. અક્ષયકુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકી શ્રોફ જેવા ટોચના કલાકારોવાળી અા ફિલ્મમાં એક્શન અને ઇમોશન્સના અોવરડોઝથી દર્શકો કંટાળી જાય છે. બે ભાઈઅોની સંબંધોની કહાણી કહેતી અા ફિલ્મનો ફર્સ્ટ હાફ વધુ પડતો ખેંચાઈ જવાથી દર્શકોનો ટમ ઉડી જાય છે. જેકી અને અક્ષયનો અભિનય ઉમદા છે, પણ તે ફિલ્મને ખેંચી શકતો નથી.

ડિરેક્ટર કરણ મલ્હોત્રાની ફિલ્મ બ્રધર્સમાં અક્ષયકુમારનાં એક્શન સીન તો ગમ્યાં પણ ફિલ્મ ખૂબ બોરિંગ હતી. ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ધીમી છે અને બોરિંગ છે. જ્યારે અક્ષયકુમાર કોઈ પણ એક્શન રોલ માટે ફીટ છે ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા તેની સામે ફિકો લાગે છે. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.

પૂજા રાવલ, સી. જી રોડ 

બ્રધર્સ  ફિલ્મ હોલિવૂડની વોરિયરની રીમેક છે, પણ વોરિયર ફિલ્મ સાથે સરખામણી ના કરીયે  તો સારું છે. મને ફિલ્મ ખૂબ બોરિંગ લાગી માત્ર સેકેંડ હાફમાં ફાઈટિંગની સિક્વન્સ ગમી બાકી ફિલ્મમાં કોઈ દમ નથી. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ. 

પૂજા શાહ, શ્યામલ  

મને બ્રધર્સ ફિલ્મ બોરિંગ લાગી, ફિલ્મમાં કઈ નવી સ્ટોરી નથી. ફિલ્મમાં દરેક કલાકારની એક્ટિંગ સારી છે પણ નિદેશક હજી પણ ફિલ્મને વધારે સારી રીતે દર્શાવી શકતા હતા. મને આ ફિલ્મમાં લાસ્ટની એક્શન સિક્વન્સ ગમી માટે હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. રવિ  કાબરા, શાહીબાગ 

બ્રધર્સને  એક્શન ફિલ્મ બનાવાની જગ્યા એ નિર્દેશક દ્વારા  ઈમોશનલ મેલોડ્રામા ફિલ્મ રજૂ કરવામાં આવી છે. ફિલ્મ વધુ પડતી ઈમોશનલ હોવાના કારણે બોરિંગ બની જાય છે. વોરિયર્સનું રિમેક તો બિલકુલ ના કહેવાય. હું આ ફિલ્મને 2 સ્ટાર આપીશ.

કિરીટ ગોઠી, આનંદનગર 

ફિલ્મ તો બોરિંગ છે અને સ્ટોરીમાં પણ કોઈ દમ નથી, પણ ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલનું છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મ સાથે ચાલે છે અને સોનું નિગમ દ્વારા ગવાયેલું સોંગ પણ સારું છે. ફિલ્મમાં એક્શન પણ કઈ ખાસ નથી.  હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.બિનોય શાહ, ગુરુકુલ  

ઘણા સમય બાદ જેકી શ્રોફ ઓન સ્ક્રિન જોવા મળ્યા અને તેમની એક્ટિંગ  આ ફિલ્મમાં દમદાર છે. કરીના કપૂરનું આઈટમ સોંગ આ બોરિંગ ફિલ્મમાં સૌથી વધુ મને ગમ્યું. અક્ષય અને સિદ્ધાર્થ નું એક્શન સિક્વન્સ બેસ્ટ છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ. 

રિપેશ પરીખ, નરોડા

You might also like