Categories: India

લ્યો બોલો!!! પટાવાળાની ૩૬૮ જગ્યા માટે ર૩ લાખ અરજી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સરકાર એક મોટી મુસીબતમાં મુકાઈ ગઈ છે. વિધાસસભા સચિવાલયમાં પટાવાળાની ૩૬૮ જગ્યા માટે ર૩ લાખથી વધુ અરજીઓ આવી છે. તેમાં રપપ પીએચ.ડી, દોઢ લાખથી વધુ બી.ટેક., બીએસસી, બીકોમ, અને રપ અરજદારો એમએસસી, એમકોમ અને એમએ છે. તેઓની ભરતી ઈન્ટરવ્યૂથી થશે. જેમાં ચાર વર્ષથી વધુ સમય લાગશે. સરકારે નિષ્ણાંતોની સલાહ લીધી છે કે, આવી પરિસ્થિતિમાં પટાવાળાઓની ભરતી કરવી કઈ રીતે?

વિધાનસભા સચિવાલયમાં ૧૦ વર્ષ બાદ પટાવાળાની જગ્યાની જાહેરાત આપવામાં આવી હતી. આ વખતે ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે. અરજીની તારીખ પૂરી થતા જે અરજી આવી તેની સંખ્યાથી ઓફિસરો ચોંકી ઉઠયા. પટાવાળાની ૩૬૮ જગ્યા માટે ર૩ લાખથી વધુ અરજી આવી છે. સરકાર તરફથી આ જગ્યા માટે બે જ યોગ્યતા માંગવામાં આવી છે કે, અરજદાર પાંચમું પાસ હોય અને સાઈકલ ચલાવતા આવડવી જોઇએ. છોકરીઓ અને વિકલાંગો માટે સાઈકલ ચલાવવી જરૂરી નથી. હવે આ અરજીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, તેમાં પાંચમુ પાસ માત્ર પ૩૦૦૦ લોકો જ છે પરંતુ ૧,પ૩,૦૦૦ લોકો બી.ટેક, બીએસસી, બીકોમ અને બીએ છે.

મોટી સંખ્યામાં પટાવાળા બનવાના દાવેદારોમાં બી.ટેક યુવાનો પણ છે. અરજદારોનું કહેવું છે કે, અમને વર્ષોથી નોકરી મળતી નથી. આ ભરતી માટે માત્ર ઈન્ટરવ્યૂ થશે. જો ર૩ લાખ લોકોના ઈન્ટરવ્યૂ કરવામાં આવે તો તે માટે ૧૦ ઈન્ટરવ્યુ બોર્ડ બનાવાય તો પણ ચાર વર્ષ લાગે. ભરતીની બીજી કોઈ રીત શોધવા ભરતીના નિયમો બદલવા પડશે. જો નિયમો બદલાશે તો ફરીથી અરજી મંગાવવી પડશે.

ઓછું ભણેલા જૂના પટ્ટાવાળાઓ પણ ભવિષ્યના આ વિદ્વાન પટાવાળાઓથી આશંકિત છે. તેઓને લાગે છે કે, આટલા ભણેલા ગણેલા પટાવાળાઓ તેમની સાથે ભેદભાવ કરશે. જો પીએચ.ડી થયેલા આ રપપ લોકો પટ્ટાવાળા બની જાય તો કદાચ સચિવાલયમાં બાબુ તેઓની પાસે આવું કામ કરાવશે… ડોકટર સાહેબ… ટેબલ-ખુરશી સારી રીતે સાફ કરો, તે પછી ડોકટર સાહેબ પાણી પીવડાવો વગેરે. જે રીતે અરજીઓ આવી છે તે જોતા દેશમાં બેરોજગારી કેટલી છે તેનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળે છે.

 

admin

Recent Posts

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

28 mins ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

1 hour ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

2 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

2 hours ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

3 hours ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

3 hours ago