Categories: News

યુએન સુરક્ષા સમિતિમાં બેઠક માટે મોદીનો આગ્રહ

ન્યૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સમાવેશ માટે આજે જોરદાર રજૂઆત કરી હતી. બ્રાઝિલ,ભારત, જર્મની અને જાપાન એમ ચાર દેશોની જી-૪ શિખર બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે સુરક્ષા પરિષદમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી,  વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય દેશો અને તમામ મોટા ખંડોની રજૂઆતોનો સમાવેશ કરવો જોઈએ.તેમણે નિશ્ચિત સમયમર્યાદામાં સુરક્ષા પરિષદના સુધારા કરવાની બાબતને  મહત્વના અને તાકીદના કામ તરીકે ગણાવ્યું હતું.

સુરક્ષા પરિષદમાં આર્થિક સુધારાની તાત્કાલિક જરૃરિયાતની ચર્ચા વિચારણા કરવા માટે અત્રે ચાર દેશોના વડાઓની બેઠકની યજમાની કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આમ થવાથી સુરક્ષા પરિષદની  વિશ્વસનીયતા અને કાયદેસરતા વધશે અને ૨૧મી સદીના પડકારોને પહોંચી વળવામાં તે વધુ અસરકારક બનશે.  તેમણે કહ્યું કે સુરક્ષા પરિષદમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સમાવેશ થવો જ જોઈએ. તેમણે કહ્યું કે આજની આ બેઠક આ દિશામાં આપણા પ્રયાસોને વેગ આપશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રનો ઉદભવ થયો ત્યારથી અત્યાર સુધીમાં દુનિયા બદલાઈ ગઈ છે. તેના સભ્ય દેશોની સંખ્યામાં વધારો થયો છે. સુરક્ષા સામેનો ખતરો વધુ જટિલ, અનિશ્ચિત બન્યો છે. ૨૦૦૪ પછીની આ પ્રથમ શિખર બેઠક હતી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક બાદ યોજાઈ હતી. મોદીએ જણાવ્યું હતું કે  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની બાબત વૈશ્વિક ચર્ચાનો મુદ્દો છે, પરંતુ હજુ સુધી તેમાં કશું થયું નથી. તેમણે ઉમેર્યું હતું કે નિશ્ચિત સમયમર્યાદામાં સુરક્ષા પરિષદના સુધારા થાય તે  મહત્વનું અને તાકીદનું કામ બની ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પોતાની ખાસ શૈલીમાં સંબોધન કરીને વિશ્વના નેતાઓને પણ વિચારતા કરી દીધા હતા. મોદીએ તેમના સંબોધનમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તેમાં સુધારા કરવામાં આવે તે ખૂબ જરૃરી છે. મોદીએ સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે ભારતને સામેલ કરવાની જોરદાર તરફેણ કરી હતી. મોદીએ કહ્યું હતું કે જયાં સુધી આમાં ભારતના અવાજને સામેલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેની વિશ્વસનીયતા સર્વોચ્ચ સપાટી પર પહોંચશે નહી.

મોદીએ તેમના સંબોધનમાં ગરીબી નાબૂદી અને કલાઇમેટ ચેન્જ સહિત વિવિધ મુદ્દા પર ૧૫ વર્ષની બ્લુપ્રિન્ટ રજૂ  કરીને તેના પર ચર્ચા કરી હતી. મોદીએ ધારણા પ્રમાણે જ તેમના સંબોધનમાં એક પણ વખત પાકિસ્તાનનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. મોદીએ પોતાના સંબોધનમાં સરકારની વિકાસ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ યુએનના ૭૦માં સત્રમાં આશરે ૨૦ મિનિટના તેમના સંબોધનમાં હિન્દી ભાષામાં વાત કરી હતી. સાથે સાથે સંસ્કૃત ભાષાના કેટલાક શબ્દોનો પણ  ઉપયોગ કર્યો હતો.

મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર વિશ્વના લોકોને સંદેશો આપ્યો હતો કે ભારત દ્ઘિપક્ષીય સંબંધોને વૈશ્વિક મંચથી દૂર રાખવા માંગે છે. સાથે સાથે મોદીએ કહ્યું હતું કે ભારત પોતાની   વૈશ્વિક જવાબદારીને વધારે સારી રીતે અને ગંભીર રીતે અદા કરવા માટે તૈયાર છે. મોદીએ દુનિયાભરના શક્તિશાળી નેતાઓ વચ્ચે પોતાની શક્તિશાળી છાપ છોડી હતી. મોદીના ભાષણ દરમિયાન ગૃહમાં શાંતિ હતી.

મોદીએ વિકાસની પરિભાષા રજૂ કરતા કહ્યું હતું કે એકબાજુ સમગ્ર વિશ્વ જયારે પબ્લિક અને ખાનગી સેકટરની વાત કરે છે. ત્યારે ભારતમાં તેમની સરકાર પર્સનલ સેકટર પર પણ ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે તેમની સરકારના પ્રયાસ છે કે વધુને વધુ લોકોને પોતાના કારોબાર શરૃ કરવા માટે લાયક બનાવવામાં આવે. સરકાર આ દિશામાં વધી રહી છે. વડાપ્રધાન મોદીએ પોતાની સરકારની કામગીરીની વાત કરતા કહ્યું હતું કે તેમની સરકાર કરોડો બેંક ખાતા ખોલી રહી છે.

ગરીબોની સ્થિતિને મજબૂત કરવા માટે આ ખૂબ સારી યોજના છે. ગરીબોને આપવામાં આવતી રકમ હવે સીધી બેંકોમાં જઇ રહી છે. ગરીબોને વીમાની વાત પણ કરવામાં આવી છે.મોદીએ ગઇકાલે અમેરિકાની તેમની ઐતિહાસિક યાત્રાના ભાગરૃપે ન્યૂયોર્કમાં મિડિયા, ટેકનોલોજી અને કોમ્યુનિકેશના ટોપ સીઇઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. આ રાઉન્ડ ટેબલમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોદીએ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા તમામ સીઈઓને અપીલ કરી હતી.

મોદી ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે અથવા તો ૨૯મી સપ્ટેમ્બરની સવારે સ્વદેશ પરત રવાના થશે. મોદીની અમેરિકા યાત્રા શરૃ થાય તે પહેલાં જ અમેરિકા સાથે મોટી સંરક્ષણ સમજૂતીને કેન્દ્રીય કેબિનેટે લીલીઝંડી આપી હતી. આની સાથે જ ભારતે અમેરિકા સાથે વિશ્વાસ નિર્માણની દિશામાં વધુ પગલાં લેવાનો સંકેત આપી દીધો હતો. મોદીની અમેરિકાની વડાપ્રધાન બન્યા બાદ આ આ બીજી યાત્રા છે. મોદીએ પડોશી દેશ બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ વાતચીત કરી હતી.

સંયુકત રાષ્ટ્રમાં સંબોધન બાદ હવે દુનિયાના તમામ દેશોની નજર મોદી સાથે બરાક ઓબામાની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. મોદી હવે સોમવારના દિવસે સંયુકત રાષ્ટ્ર મહાસભાની બેઠકના ભાગરૃપે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સાથે અલગ રીતે પણ વાત કરનાર છે. વ્હાઇટ હાઉસ દ્વારા  આ મુજબની જાહેરાત કરવામાં આવી ચુકી છે. વ્હાઇટ હાઉસના નેશનલ સિકયુરિટી અધિકારી બેન રોડ્સે કહ્યું હતું કે ઓબામા અને મોદી વચ્ચે મોટા કલાઇમેટ ચેન્જ સાથે સંબંધિત મુદ્દા પર વાતચીત થનાર છે.

આર્થિક, વાણિજય અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જેના ભાગરૃપે પ્રદૂષણને રોકવાના પાસા પર ચર્ચા કરાશે. બન્ને નેતાઓએ આ વર્ષની શરૃઆતમાં નવી દિલ્હીમાં ઐતિહાસિક વાતચીત કરી હતી. જેમાં વિવિધ મુદ્દાને સામેલ કરવામાં આવ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચેની વધતી જતી મિત્રતાને લઇને તમામ દેશો હવે આ બેઠક પર નજર રાખી રહ્યા છે.

 

ઓબામા રવિવારે ન્યૂયોર્ક ખાતે પહોંચી જશે. ઓબામા પોતે મંગળવારે બપોરે શહેરથી પરત રવાના  થશે. ઓબામા જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બન્યા હતા. બન્ને નેતા પેરિસમાં યોજાનારી કલાઈમેટ ચેન્જ અંગેની બેઠકના મુદ્દા પર પણ ચર્ચા કરશે.

admin

Recent Posts

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે, 14 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ રાયપુર પહોંચ્યા બાદ…

7 mins ago

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

11 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

12 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

13 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

14 hours ago