Categories: News

મોદીની પ્રશંસા માટે સુષ્મા અને શિવરાજ વચ્ચે હોડ

ભોપાલ : દુનિયામાં હિન્દીનો ફેલાવો વધારવા માટે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તા વિશ્વ હિન્દી સંમ્મેલનનું ઉદ્ધાટન કરાયું. ત્યાર બાદ તેમનાં વખાણમાં સુષ્માં સ્વરાજ અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે જાણે રિતસરની હોડ લાગી. શિવરાજે કહ્યું કે મોદીએ પોતાનાં વ્યક્તિત્વ અને કૃતિત્વથી સંપુર્ણ વિશ્વને સંમોહિત કરી લીધું છે. તો હિંન્દી સંમેલનનાં અધ્યક્ષ સુષ્માં સ્વરાજે કહ્યું કે વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર હિન્દીનું માન વધારી રહ્યા છે. હું તેમની આભારી છું. 

સુષ્માંએ કહ્યું કે વડાપ્રધાન ચીન, રશિયા, જાપાન જ્યાં પણ જાય છે પોતાનાં સમકક્ષોની સાથે હિન્દીમાં વાતચીત કરે છે. સુષ્માંએ કહ્યું કે તેનાં માટે તેઓ તેમનો આભાર વ્યક્ત કરવામા માંગે છે કારણ કે હિન્દીમાં બોલીને તેઓ ન માત્ર આ ભારતીય ભાષાને પરંતુ દરેક વ્યક્તિને ગૌરવ પ્રદાન કરી રહ્યા છે. 

આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહે ચૌહાણે કહ્યું કે મોદી પોતાનાં વ્યક્તિત્વ અને કૃતિત્વથી સંપુર્ણ વિશ્વને સંમોહિત કરી રહ્યા છે. શિવરાજે કહ્યું કે 80 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ હિન્દીને આગળ વધારવા માટે કામ કર્યું હતું. આજે મોદી તે અભિયાનને ફરી આગળ ધપાવી રહ્યા છે. શિવરાજે કહ્યું કે મોદીનાં રોમે રોમમાં હિન્દી વસેલી છે અને તેઓ બિનહિન્દી પ્રદેશો અને વિદેશમાં પણ હિન્દીમાં જ વાતચીત કરે છે. જેનાં કારણે હિન્દી અને ભારતનું માન વધે છે. મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રીએ કહ્યું કે યૂપીએસસી પરીક્ષામાં ચોર દરવાજેથી હિન્દીને ભગાવવા માટેનાં પ્રયાસો થઇ રહ્યા હતા પરંતુ મોદીએ તેને અટકાવ્યું. તેમણે કહ્યું કે વાજપેયી બાદ મોદી બીજાએવા વડાપ્રધાન છે જેમણે સંયુક્ત રાષ્ટ્રસભામાં પણ હિન્દીમાં ભાષણ આપ્યું. 

admin

Recent Posts

મહિલાના ઘરમાં શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપીને હુમલો કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારી‌િરક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં…

1 min ago

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

9 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

11 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

18 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

27 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

32 mins ago