[:en]Beijing : The biggest hydroelectric scheme on the Yarlung Zangbo ( in India Brhmaputri River) is fully operational, China had said it today. Jhama Hydropower Station’s all six units were connected to the power grid. India has raised concerns because, it will impede the water supply of India.

In China The big hydropower contractor Wuhan ‘China Mejhouba Goup’ has informed that the Jhama power stations’ all unites are being connected with Power Degree and it has generated half million hydropower station. This hydropower station in Sannanana Gyasa County is also known as Jangmu Hydropower Station. This station utilizes the water of Brahmaputra River. Brahmaputra River in Tibet is also known as Yarlung Zangbo.

This river flows to India from Tibet and then goes to Bangladesh. India is worried that the water supply blocked on the Brahmaputra river schemes, especially Arunachal Pradesh Upper Siang and Lower Suhanstri plans may be affected. The dam built on the world’s highest altitude is referred to as hydropower station. This is the biggest in such schemes , which generates in a year for an hour, 2.5 billion kilowatt of electricity.

The company said that this scheme will eliminate the power shortage in middle Tibet and it will also develop the sectors which have electricity scarity. Officers said that some electricity would be delivered to Chinghai province when the production of electricity would be abundant. The first unit of this hydropower was being operational on the November of last year. According to the previous reports that Jhanmu in addition, China is making many other dam.

China’s attempt to overcome India’s concerns by saying that the plan is a ‘run-of-the-river’ projects. It has not been designed to storage the water. India’s concerns has increased because of this dams that China can leave the water on critical situations and it could be the highest possibilities of flood.

An inter-ministry expert group working on the Brahmaputra River in India in 2013, said that the dam has been made in the above areas. Taking into account its impact on low-lying areas, water flow monitoring was requested. The group also said that three dam – Jiesu, Jangmu and Jiyaca – lies in 25 km from each other and 550 km away from the Indian borders.

According to the agreement in 2013, instead of June to October China agreed to give the flood figures of Brahmaputri River on May to October.[:de]

બેજિંગ : ચીને આજે જણાવ્યું હતું કે તિબેટમાં યાર્લુંગ ઝાંગ્બો નદી (ભારતમાં બ્રહ્મપુત્રા નદી) પર બનેલી સૌથી મોટી જળવિદ્યુત યોજના સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે. ઝમ હાઈડ્રોપાવર સ્ટેશનના તમામ છ એકમોને આજે પાવર ગ્રિડ સાથે સાંકળી લેવામાં  આવ્યા હતા. આને લીધે ભારતને મળતા જળ પુરવઠામાં અવરોધ ઊભો થવાની આશંકાથી ભારતની ચિંતા વધી ગઈ છે. 

ચીનના વુહાન ખાતેના મોટા હાઈડ્રોપાવર કોન્ટ્રાક્ટર ‘ચાઈના મેઝોઉબા ગ્રૂપ’ દ્રારા જણાવાયું હતું કે ઝમ પાવર સ્ટેશનના તમામ યુનિટોને પાવર ગ્રિડ સાથે સાંકળી દેવાયા છે અને તેનાથી દોઢ અબજ ડોલરનું હાઈડ્રો પાવર સ્ટેશન કાર્યરત થઈ ગયું છે. શન્નાનના ગ્યાસા કાઉન્ટીમાં આવેલા આ ઝમ હાઈડ્રોપાવર સ્ટેશનને જાંગ્મૂ હાઈડ્રોપાવર સ્ટેશનના નામે પણ ઓળખાયછે.  આ સ્ટેશન બ્રહ્મપુત્રા નદીના પાણીનો ઉપયોગ કરે છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં યાર્લુંગ ઝાંગ્બો તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ નદી તિબેટમાંથી ભારતમાં આવે છે અને ત્યાંથી બાંગ્લાદેશ જાય છે. ભારતને ચિંતા છે કે પાણી પુરવઠો અવરોધાશે તો બ્રહ્મપુત્રા નદી પરની યોજનાઓ અને તેમાંય ખાસ કરીને અરુણાચલ પ્રદેશની અપર સિયાંગ અને લોઅર સુહાંસ્ત્રી યોજનાઓને અસર થઈ શકે છે. આ ડેમને વિશ્વના સૌથી વધુ ઊંચાઈ પર બનેલા હાઈડ્રોપાવર સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.  આ પ્રકારની આ સૌથી મોટી યોજના છે જે એક વર્ષમાં  કલાક દીઠ ૨.૫ અબજ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરશે.

કંપનીએ જણાવ્યું કે આ યોજના મધ્ય તિબેટમાં વીજળીની તંગીને દૂર કરશે અને વીજ અભાવવાળા ક્ષેત્રોનો વિકાસ કરશે. અધિકારીઓએ કહ્યું કે જ્યારે વીજળીનું ઉત્પાદન ભરપૂર પ્રમાણમાં થઈ જશે ત્યારે તેનો અમુક હિસ્સો છિંગહાઈ પ્રાંતને પહોંચાડવામાં આવશે. આ હાઈડ્રોપાવર સ્ટેશનનું પ્રથમ યુનિટ ગયા વરસે નવેમ્બરમાં કાર્યરત થયું હતું. અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું કે ચીન જાંગ્મૂ ઉપરાંત કેટલાંક અન્ય બંધ બનાવી રહ્યું છે. 

ચીન એવું કહીને ભારતની ચિંતા દૂર કરવાની કોશીશ કરી રહ્યું છે કે આ યોજના રન ઓફ ધ રિવર યોજનાઓ છે, પાણીના સંગ્રહ માટે તેની ડિઝાઈન કરાઈ નથી. આ બંધોથી ભારતની ચિંતા એવી રીતે પણ વધી ગઈ છે કે સંઘર્ષના સમયે ચીન પાણી છોડી શકે અને તેને લીધે પૂર આવવાનું ગંભીર જોખમ રહેશે.

બ્રહ્મપુત્રા નદી અંગે કાર્યરત ભારતના એક આંતર મંત્રાલય નિષ્ણાતોના જૂથે ૨૦૧૩માં કહ્યું હતું કે આ બંધ ઉપરના વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના પ્રવાહ પર તેની અસરને ધ્યાનમાં લઈને તેની દેખરેખ રાખવા અનુરોધ કર્યો હતો. જૂથે એમ પણ કહ્યું હતું કે ત્રણ બંધ – જિએશૂ, જાંગ્મૂ અને જિયાચા – એકબીજાથી ૨૫ કિ.મી.ના અંતરમાં  અને ભારતની સરહદથી ૫૫૦ કિ.મીના અંતરે આવેલા છે. 

૨૦૧૩માં થયેલી સમજૂતી મુજબ ચીન બ્રહ્મપુત્રા નદીના પૂરના આંકડા જૂનથી ઓક્ટોબરને બદલે મેથી ઓક્ટોબર દરમ્યાન આપવા માટે સંમત થયું હતું.

[:]

You might also like