[:en]New York : Well known magazine in men for nude women photographs Playboy Magazine’s reader now can say honestly that they are buying the magazine for its articles. An American newspaper quoted the chief executive Scott Flanders in an article that “ Playboy” will not reveal naked women photos. 89-year-old magazine’s founder and editor-in-chief Hugh Haffner accepted the suggestion of an editor Cory Jons to not printing the naked women pictures in magazine on last month.

Every teenager has a phone with internet and can see pornography on websites also on such time magazine preferred the option to print women’s exiting shots instead of fully naked. Report said that any action related to sex now you can see on just one click.

In 1953 the magazine was published with the cover of Marilyn Monroe image. In 1975 the 56 million copies were circulated and now it has decreased on 8 million, magazine has been changing on such situations.

Whether to keep Center Fold or not, including several changes the debate is still going on. Jones stated that writing very enthusiastically on sex, sex columnist for the magazine to be a woman. Do not misunderstand me about the nude pictures withdrawal decision.[:de]

ન્યૂયોર્ક : નગ્ન મહિલાઓની તસવીરો માટે પુરુષોમાં જાણીતા મેગેઝિન પ્લેબોયના વાચકો હવે પ્રામાણિકતાથી કહી શકશે કે તેઓ આ મેગેઝિન તેના લેખો માટે ખરીદે છે.  અમેરિકાના એક અખબારે કંપનીના ચીફ એકઝીક્યુટીવ સ્કોટ ફ્લેન્ડર્સને ટાંકીને એક લેખમાં જણાવ્યું હતું કે ‘પ્લેબોય’  હવે નગ્ન મહિલાઓની તસવીરો પ્રગટ કરશે નહીં. મેગેઝિનના ૮૯ વર્ષીય સ્થાપક અને એડિટર-ઈન-ચીફ હગ હેફનરે નગ્ન મહિલાઓની તસવીરો છાપવાનું બંધ કરી દેવાના એક એડિટર કોરી જોન્સના સૂચનનો ગયા મહિને સ્વીકાર કર્યો હતો.

દરેક ટીનએજર પાસે ઈન્ટરનેટ સાથેનો ફોન હોય છે અને વેબસાઈટો પર પણ પોર્નોગ્રાફી જોવા મળતી હોય છે તેવા સમયે મેગેઝિને સંપૂર્ણ નગ્ન નહીં પરંતુ મહિલાઓની ઉત્તેજક અદાઓ સાથેની તસવીરો પ્રગટ કરવાનું ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે સેક્સને લગતી કોઈ પણ ક્રિયાને હવે તમે માત્ર એક ક્લીકથી જ જોઈ શકો છો. 

૧૯૫૩માં આ મેગેઝિનના કવર પેજ પર મેરીલીન મનરોની તસવીર પ્રસિધ્ધ થઈ હતી. ૧૯૭૫માં ૫૬ લાખ નકલોથી તેનું સરક્યુલેશન ઘટીને હાલ ૮ લાખ થઈ ગયું છે તેવા સંજોગોમાં મેગેઝિનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

 

સેન્ટર ફોલ્ડ રાખવો કે નહીં તે સહિતના કેટલાંક ફેરફારો અંગે હજુ પણ ચર્ચા ચાલે છે.  જોન્સે જણાવ્યું હતું કે ભારે ઉત્સાહપૂર્વક સેક્સ વિશે લખતા એક મહિલા આ મેગેઝિનના સેક્સ કોલમિસ્ટ હશે.  નગ્ન તસવીરો હટાવવાના ફેંસલા અંગે મારા માટે ગેરસમજ કરશો નહીં.

[:]

You might also like