Categories: India

પ્રેમિકાએ પ્રણયસંબંધો તોડી નાખતાં ગુજ્જુ યુવકે પોતાના જ પેટમાં હુલાવી દીધું ચપ્પુ

મુંબઈઃ પ્રેમમાં માણસ કોઈ પણ હદે જઈ શકે છે. મુંબઈના નાલાસોપારામાં રહેતા ૨૯ વર્ષના ગુજરાતી ઈન્ટિરિયર ડિઝાઈનર યુવાન તેજસ પંચાલને જૈન સમાજની યુવતી સાથે છેલ્લાં પાંચેક વર્ષથી પ્રણયસંબંધો હતા, પરંતુ તેની આ ગર્લફ્રેન્ડે અચાનક સંબંધો તોડી નાખતાં આ યુવાને જમવાનું છોડી દીધું હતું અને ડિપ્રેશનમાં આવી ગયો હતો.

ગઈ કાલે ગર્લફ્રેન્ડને તે સમજાવવા ગયો હતો, પરંતુ ગર્લફ્રેન્ડે તેની કોઈ વાત ન સાંભળતાં યુવાન તેજસ પંચાલે પોતાના જ શરીરમાં ચપ્પુ મારીને રસ્તા પર જ સરેઆમ પોતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રવાસીઓએ આ અંગે બૂમાબૂમ કરી મૂકતાં રેલવે પોલીસે તેજસને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાવી હતી.

આ ઘટનાની વિગતો આપતાં તેજસના મોટાભાઈ નયન પંચાલે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષથી તેના ભાઈ તેજસનું આ યુવતી સાથે અફેર ચાલુ હતું. તેના લગ્ન વિષે પરિવારમાં ચર્ચા પણ થઈ ગઈ હતી. બંને પરિવારો રાજી હતા, પરંતુ યુવતી અચાનક જ તેજસને નકારવા લાગી હતી. બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડા અને બોલાચાલી થવા લાગી હતી. તેજસે તેને ઘણીવાર સમજાવી હતી. તેનાં મમ્મી-પપ્પાને પણ વાત કરી હતી અને મમ્મી-પપ્પાએ પણ આ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીએ બધાંની હાજરીમાં કહી દીધું હતું કે મને તેજસમાં કોઈ રસ નથી.

તેજસ યુવતી તરફથી પ્રતિસાદ નહીં મળતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને બે દિવસ પહેલાં તે ઘરેથી ચપ્પુ લઈને નીકળ્યો હતો અને યુવતીને સમજાવવા છતાં નહીં માનતાં તેજસે છાતી અને પેટ વચ્ચે પોતાને જ ચપ્પુ હુલાવી દીધું હતું અને લોહીલુહાણ હાલતમાં તેની પાછળ ચાલવા લાગ્યો હતો. પ્રવાસીઓનું ધ્યાન જતાં તેમણે પોલીસને વાત કરતાં તેજસને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટનાથી તેજસના પરિવારો ચિંતિત છે.

admin

Recent Posts

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

6 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

22 mins ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

30 mins ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

30 mins ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

35 mins ago

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત

અમદાવાદ: આજથી અમદાવાદ સહિતની રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ…

39 mins ago