Categories: News

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 3 રૂપિયા સુધીનો થઇ શકે છે ઘટાડો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવોમાં થયેલા ઘટાડાને જોતા આ અઠવાડીયે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બેથી ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ મુદ્દે મંગળવારે તેલ કંપનીઓને બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ 15 ઓગષ્ટનાં રોજ પણ તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 1.27 પૈસા પ્રતિલિટર અને ડિઝલની કિંમતમાં 1.17 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 50.68 ડોલર પ્રતિ બેરલ હતી.

આ અઠવાડીયે કાચા તેલની કિંમત પહેલા કરતા પણ ઘટીને અત્યારે માત્ર 44.28 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે. જેનાં કારણે તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડો કરવાનો નિર્ણય લે તેવી શક્યતાઓ છે. 

admin

Recent Posts

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

5 mins ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

30 mins ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

34 mins ago

રાજ્યના PSIને મળી મોટી રાહત, પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઇકોર્ટે હટાવ્યો

અમદાવાદમાં રાજ્યના સેંકડો પોલીસ સબ ઇન્સપેક્ટર માટે હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઈકોર્ટે…

1 hour ago

ખેડૂૂત આક્રોશ રેલીમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના કાર્યકરો સહિત 1000ના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂૂરી થયા બાદ રેલી સ્વરૂપે…

2 hours ago

‘તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં’ તેમ કહીને યુવકે પીઆઈની ફેંટ પકડી

અમદાવાદ: શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારીઓની પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક…

2 hours ago