Diu 4 Ahmedabad youth from drown in Nagwa beach

દીવ: નાગવા બીચ પર દરિયામાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી દીવ ફરવા ગયેલા 4 યુવાન દરિયામાં ન્હાવા પડયા હતા. જોકે દરિયો ગાંડો તૂર બન્યો હોવાથી ચારેય યુવાન દરિયાના મોજામાં તણાયા હતા. જોકે યુવાનોને બુમો પાડતા આસપાસના લોકો અને સાથી યુવકોએ ચારેય યુવાનને ડૂબતા બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. જોકે દરિયામાં તણાયેલા ચારેય યુવકો પૈકીને ત્રણ યુવકને બહાર કાઢી  લેવાયા હતા.

જોકે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે હજુ પણ એક યુવક લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ છે. ચોમાસા દરમિયાન દિવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને દીવ તંત્ર દ્વારા આ મુદ્દે નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. તેમ છતાં યુવાનો ડૂબી જતાં તંત્રની બેદરકારી સામે આવી છે.

You might also like