Categories: World

તો શું પરમાણું બોમ્બથી નાશ પામત જાપાનનું ક્યોટો શહેર?

આજે રવિવારે જાપાનના નાગાસાકીમાં પરમાણું બોમ્બ ફેંક્યાને 70 વર્ષ પુરા થયા, પરંતુ પ્રાથમિક યોજનાના અનુસાર નાગાસાકીના તે શહેરોમાનું એક હતું જેને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. 

આ શહેરોમાં સૌથી ઉપર જાપાનનું પ્રાચીન શહેર ક્યોટો હતું, પરંતુ તે ટાર્ગેટ બનતાં બનતાં રહી ગયું. હુમલાના થોડા અઠવાડિયા પહેલાં અમેરિકન સૈન્ય જનરલોની એક સમિતિએ તે શહેરોની યાદી બનાવી હતી. 

ક્યોટોની વસ્તી તે વખતે લગભગ 10 લાખ હતી, તે એક ઔદ્યોગિક શહેર હતું અને લગભગ 2000 બૌદ્ધ મંદિરોની સાથે એક મોટું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. 

પરંતુ 1945ના જૂન મહિનાની શરૂઆતમાં તત્કાલિન અમેરિકન વિદેશ મંત્રી હેનરી સ્ટિમસને ક્યોટોને ટાર્ગેટ બનાવવામાં આવેલા શહેરોની યાદીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો. 

હેનરી સ્ટિમસનનું તર્ક હતું કે આ એક સાંસ્કૃતિક મહત્વનું શહેર છે અને એક સૈન્ય લક્ષ્ય નથી. સ્ટીવન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં વૈજ્ઞાનિક ઇતિહાસકાર પ્રોફેસર એલેક્સ વેલરસ્ટાઇન કહે છે, ‘’અમેરિકી સેના ક્વોટોને યાદીમાંથી દૂર કરવા માંગતી ન હતી અને તેને જુલાઇ સુધી તેને આ યાદીમાં રાખ્યું, પરંતુ પછી સ્ટિમસન સીધા રાષ્ટ્રપતિ ડ્ર્યુમેનની પાસે ગયા.’’

ક્યોટોને યાદીમાંથી દૂર કર્યા બાદ તેમાં નાગાસાકીનું નામ એડ કરવામાં આવ્યું પરંતુ તેમછતાં હિરોશિમા અને નાગાસાકી સૈન્યનું લક્ષ્ય ન હતું. વેલરસ્ટાઇન કહે છે, ‘’લાગે છે કે સ્ટિમસન અંગત કારણોથી ક્યોટોને બચાવવા માંગતા હતા અને તેના અન્ય કારણ બસ આ તાર્કિક આધાર આપવા માટે હતા.’’ 

માનવામાં આવે છે કે સ્ટિમસને ફિલીર્પીસના ગર્વનર રહેતાં 1920ના દાયકામાં ઘણીવાર ક્યોટોની મુલાકાત લીધી હતી. કેટલાક ઇતિહાસકાર તો એમપણ કહે છે કે તે પોતાના હનીપૂન પર ક્યોટો ગયા હતા અને જાપાની સંસ્કૃતિથી ખૂબ પ્રસન્ન થયા હતા. 

પરંતુ 10 હજારથી વધુ જાપાની અમેરિકનોની નજરબંધી પાછળ તે હતા કારણ કે સ્ટિમસન કહેતા હતા કે, ‘’ તેના વાંશિક ગુણ એવા છે કે આપણે તેમને સમજી શકીએ નહી, તેના પર વિશ્વાસ ન કરી શકીએ.’’ આ પણ એક કારણ હોય શકે કે ક્યોટોને પરમાણું બોમ્બોની વિભીષકાથી બચાવવાનો શ્રેય લાંબા સમય સુધી એક અન્ય વ્યક્તિને જાય છે.  

માનવામાં આવે છે કે અમેરિકન પુરાતવિદ અને કલા ઇતિહાસકાર લૈંગડન વોર્નર હતા, જેમણે અધિકારીઓને આ વાત માટે મનાવ્યા કે ક્યોટો જેવા સાંસ્કૃતિક કેન્દ્ર પર પરમાણું બોમ્બ ફેંકવામાં ન આવે. ક્યોટો અને કામાકૂરામાં વોર્નરના સન્માન સ્મારક પણ બનાવવામાં આવ્યા છે.

ક્યોટોને તો નહી, પરંતુ હિરોશિમા અને નાગાસાકીને પરમાણું બોમ્બથી થયેલી તબાહીને સહન કરવી પડી. 19 ઓગસ્ટના ત્રીજો બોમ્બ ફેંકવાની યોજના હતી પરંતુ તેના ચાર દિવસ પહેલાં જ જાપાને આત્મસમર્પણ કરી લીધું. આ ત્રીજા પરમાણું બોમ્બના નિશાના પર ટોક્યોમાં સમ્રાટનો મહેલ હતો. 

પરમાણું બોમ્બથી થયેલી તબાહી અને પીડા છતાં જાપાનમાં એવા ઘણા લોકો મળી જશે જે કહેશે કે યુદ્ધને ખતમ કરવા માટે પરમાણું બોમ્બોની જરૂર હતી. પરંતુ જો ક્યોટોને તબાહ કરી દેવામાં આવતું, કે પછી સમ્રાટને મારી નાખવામાં આવ્યા હોત તો આ ત્રાસદી પછી જાપાનીઓ માટે હુમલાવરો સાથે સમજૂતી કરવી મુશ્કેલી બની જાત.  

નાગાસાકીમાં પરમાણું બોમ્બ ફેંકવાની 70મી વરસી પર આજે ત્યાં ઘણા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. હિરોશીમામાં પરમાણું બોમ્બ ફેંક્યા  બાદ નાગાસાકીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેથી સીત્તેર હજારથી વધુ લોકો આ શહેરમાં મૃત્યું પામ્યા હતા. 

હિરોશિમા અને નાગાસાકીમાં એટમ બોમ્બ ફેંકવા અને તેના પ્રભાવથી થોડા દિવસોમાં બે લાખથી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આજે આ લોકોની યાદમાં નાગાસાકીમાં કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.  

 

 

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

5 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

5 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

7 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

7 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

7 hours ago