તમિળ અભિનેતા વિજયના આવાસ પર આઈટી દરોડા

ચેન્નાઈ: કરચોરીના સંબંધમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ સવારે તમિળ ફિલ્મ પુલીના નિર્માતા અને નિર્દેશકો તેમજ તમિળ અભિનેતા વિજયના આવાસ પર વ્યાપક દરોડા પાડયા હતા. દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો. સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે આઇટીના અધિકારીઓએ આ ફિલ્મના કલાકારો અને અને ક્રુ મેમ્બરો સાથે જોડાયેલા ૨૫થી વધુ સ્થળ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુરુવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક તરીકે ચિમ્બુ દેવન છે. જયારે નિર્માતા તરીકે શિબુ થામીનન્સ છે. દરમિયાન દક્ષિણ ભારતના અભિનેતા નયનથારાના આવાસ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોચીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ વ્યાપક તપાસ કરી હતી. કોચીમાં ચેન્નાઈથી આઇટી ટીમ નયનથારાના આવાસ પર દરોડા પાડી રહી છે. તેમના ફ્લેટ પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી સવારે આઠ વાગે શરૂ કરવામાં આવી હતી. ચેન્નાઈની એક ટીમના નેતૃત્વમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ આવી જ કાર્યવાહી ચેન્નાઈ અને હૈદરાબાદમાં પણ કરવામાં આવી રહી છે. આઇટીની કાર્યવાહી શરૂ થયા બાદ તેમના ચાહકોમાં સનસનાટી મચી ગઇ હતી. જુદા જુદા ભાગોમાં આ ચર્ચા જોવા મળી હતી. આઇટીના અધિકારીઓ દ્વારા દસ્તાવેજોમાં ઊંડી તપાસ કરવામાં આવી હતી. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે.
 
You might also like