Categories: Dharm

જાણો બીજી સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય 

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા રાશિના ગુણ મુજબ તમને આજે કોઈ સાથે આકસ્મિક તકરાર થઈ જાય. આ૫ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્થળે કે ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો.

મિથુન (ક,છ,ઘ) : આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો.  કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

કર્ક (ડ,હ) : આ૫નો દિવસ શા‍રીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે.

સિંહ (મ,ટ) : થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

કન્યા (પ,ઠ,ણ) : આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે

તુલા (ર,ત) : મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. અગત્યનાં કાર્યોની શરૂઆત માટે સમય નથી. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઊભું થાય.

વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ તન-મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે.

ધન (ભ,ધ,ફ) : આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે. જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. ઓફિસમાં બઢતીની તક મળે.

મકર (ખ,જ) : આ૫નો દિવસ બહુવિધ લાભ આ૫નાર છે. સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય. આ૫ને પ્રિય પાત્રનો સંગ રોમાંચિત કરશે. મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય.

કુંભ (ગ,શ,સ) : દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આ૫ ખુશ રહો. ઉચ્ચ અધિકારીઓ પણ આ૫ના ૫ર ખુશ રહે.

મીન (દ,ચ,ઝ,થ) : ઉ૫રી અધિકારીઓ સાથેના આ૫ના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન ૫ર ૫ણ ચિંતાનો ભાર રહે. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. ઓફિસમાં બઢતીની તક મળે. નાણાકીય સ્થિતિ હળવી થાય. આવક વધે તેવી શક્યતા.

 

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago