'ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝનો ભાગ બનવું નફા સાથે નુકસાન પણ'  

રિયાલિટી શો અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મોડલનો ભાગ રહ્યા બાદ નરગિસ ફકરીએ નક્કી કર્યું કે તેને અભિનેત્રી બનવું છે અને તે ભારત આવી ગઇ. તેની પહેલી ફિલ્મ ‘રોકસ્ટાર’ સુપરહિટ રહી. અત્યાર સુધી પાંચ ફિલ્મો કરી ચૂકેલી નરગિસ તાજેતરમાં હોલિવૂડની ફિલ્મ ‘સ્પાઇ’માં દેખાઇ, જે તેના માટે એક ઉપલબ્ધિ છે. તે હાલમાં એક હિન્દી ફિલ્મ ‘અઝહર’ ઉપરાંત કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મો પણ કરી રહી છે. તે કહે છે દરેક વ્યક્તિની ઇચ્છા હોલિવૂડની ફિલ્મો કરવાની હોય છે અને એમ પણ મૂળ રીતે તો હું અમેરિકી છું. હું ખુશ છું કે મને આ ફિલ્મ કરવાનો મોકો મળ્યો. 

હોલિવૂડ અને બોલિવૂડમાં મૂળ શું ફરક છે તે જણાવતાં તે કહે છે કે હોલિવૂડમાં સમય-પૈસા છે. જો મને શૂટિંગમાં પહોંચવામાં બે કે ત્રણ મિનિટ લેટ થાય તો તરત મને ફોન આવતો કે બધું બરાબર છે ને. ત્યાં બધું સમય અનુસાર હોય છે. અહીં બોલિવૂડમાં ઘણીવાર કલાકોનું લેટ થઇ જાય છે પણ કોઇ પૂછતું પણ નથી. ઘણી વાર અમે ચા-પાણીના બ્રેક પણ લઇએ છીએ. અહીં ફેમિલી સ્ટાઇલ ચાલે છે. ત્યાં શેડ્યૂલ કરતાં અલગ કંઇ હોતું નથી. નરગિસ કહે છે કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાના નફા સાથે નુકસાન પણ હોય છે. મેં ઘણું બધું મેળવ્યું છે, સાથે ઘણું બધું ગુમાવ્યું પણ છે. મને એક્ટિંગ સાથે પ્રેમ છે. આ એક શાનદાર કળા છે. તે જિંદગીનો રોચક અનુભવ છે. તેની સાઇડ ઇફેક્ટ્સ તો હોવાની જ. 

 

You might also like