Categories: News

ગુજરાતમાં બીજા દિવસે વરસાદ જારી : આહવામાં ૧૦ ઇંચ પડ્યો      

અમદાવાદ : ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ ભાગોમાં વરસાદ થયો હતો. સાપુતારામાં કલાકોના ગાળામાં જસાત ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. જ્યારે વલસાડમાં કલાકોના ગાળામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.   ગુજરાતના એકમાત્ર હિલ્સ સ્ટેશન ગણાતા આહુવા અને સાપુતારામાં સાત ઇંચથી વધારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. હજુ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ જારી રહી શકે છે. વિદર્ભ પર ડિપ ડિપ્રેશન અને દક્ષિણ છત્તીસગઢના આસપાસના વિસ્તારોમાં ડિપ્રેશનની સ્થિતિના પરિણામ સ્વરૃપે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી યથાવત રહી છે.

ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર સિવાય મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. ગુજરાતના વિવિધ ભાગોમાં એકથી લઈને ૪ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સાંવલીમાં પોણા ઈંચ, પારડીમાં બે ઈંચ, ખંભાતમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતા. લાંબો સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે વરસાદનો વધુ એક રાઉન્ડ ગઈકાલ મોડીરાતથી શરૃ થયો છે. ચોમાસાની સીઝન પુરી થવાના છે તેવી આગાહી હવામાન ખાતાએ એકાદ પખવાડિયા પહેલાં કર્યા બાદ તે ખોટી સાબિત થઈ છે અને વરસાદનો ગઈકાલ રાતથી શરૃ થયેલો રાઉન્ડ ગુજરાતભરમાં છવાઈ ગયો છે અને રાયના ૧૯૭ તાલુકાઓમાં સામાન્યથી માંડી ૧૦ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જીલ્લાના આહવા ખાતે ૧૦ ઈંચ થયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપડિપ્રેશનના કારણે શરૃ થયેલા આ વરસાદમાં મેધરાજાએ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં સટાસટી બોલાવી છે.

 

ડાંગ જિલ્લાના આહવા ખાતે ૨૬૫,સુબીરમાં ૧૭૬ અને વધઈમાં ૨૩૫ મી.મી. વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયો છે. આ ઉપરાંત નવસારી જીલ્લામાં ચીખલી ખાતે ૧૫૭, ગણદેવીમાં ૧૧૩, જલાલપુરમાં ૧૫૭, ખેરગામમાં ૧૮૨, નવસારીમાં ૧૪૨, વાસદામાં ૧૩૫ મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં ધરમપુરમાં ૧૬૨, કપરાડામાં ૧૮૯, પારડીમાં ૧૯૫, વલસાડમાં ૨૨૪, વાપીમાં ૧૫૧મીમી વરસાદ થયો છે. ગુજરાતમાં અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઈએ તો તાપી જિલ્લાના નિઝરમાં ૧૧૦, સોનગઢમાં ૧૨૪મીમી વરસાદ થયો છે. પાટણ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના બનેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહ્યું છે.

admin

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

2 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

3 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

3 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

3 hours ago