કોલંબો ટેસ્ટ માટે મુરલી વિજય ફીટ

કોલંબો : ભારતના ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા માટે રાહતની વાત એ છે કે ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય ફીટ થઈ ગયો છે. કોલંબોના પીસારા ઓવલ મેદાન પર તેણે લગભગ એક કલાક સુધી નેટ્સ પર બેટિંગ કરી હતી. આ દરમિયાન ટીમ કોચ રવિ શાસ્ત્રી તેને સલાહ આપતા હતા. પછી ફિઝિયો ફરહાન પેટ્રિક તેને અડધા કલાક સુધી સ્પ્રિંટિંગ પણ કરાવ્યું અને રનિંગ પણ કરાવ્યું હતું.

ગાલેમાં તેણે મદદનીશ કોચ સંજય બાંગરની નજર હેઠળ બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, પરંતુ શિખર ધવન ઈજાગ્રસ્ત થયા પછી મુરલી વિજયનું ફીટ થવું જરૂરી બની ગયું હતું. સ્ટુઅર્ટ બિન્ની શ્રીલંકા પહોંચી ગયો છે. ગાલે ટેસ્ટની હાર બાદ બિન્નીને તાબડતોબ કોલંબો બોલાવ્યો છે. આજે શાસ્ત્રીની નજર નીચે તેણે સતત બોલિંગ કરી હતી જેથી બીજી ટેસ્ટમાં તેને રમાડશે તેવું લાગે છે. જો હરભજનસિંહને બહાર કાઢવામાં આવશે તો તેની કરિયર માટે નુકસાનકર્તા છે.

જોકે શાસ્ત્રીનું કહેવું છે કે ખેલાડીઓનો અંતિમ નિર્ણય હવામાન અને પીચને જોઈને લેવાશે.કોહલીનું માનવું છે કે ટીમના તમામ સદસ્ય બેટિંગમાં યોગદાન સામે જે તે પાંચ બોલરોની પોતાની રણનીતિ જાળવી રાખે. તેથી જ અમિત મિશ્રાએ પણ જોરદાર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બીસીસીઆઈના સિલેક્ટર્સ સબા કરીમ શ્રીલંકામાં છે અને ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન આપી રહ્યા છે.

કોલંબોની આ ટેસ્ટ ભલે કુમાર સંગાકારની વિદાય મેચ હોય પરંતુ ભારતીય ટીમનું પૂરેપુરું ધ્યાન શ્રીલંકાના આક્રમક ક્રિકેટર દિનેશ ચંડીમલને રોકવા પર રહેશે. અિમત મિશ્રાએ તેના વીડિયો જોઈ તે મુજબ ફિલ્ડિંગ ગોઠવવાની ચર્ચા કરી હતી.

 

ભારતના બેટ્સમેનોને વિદેશ પ્રવાસમાં સ્પિનરો ખૂબ પરેશાન કરે છે. ઈંગ્લેન્ડમાં મોઈન અલી અને ઓસ્ટ્રેલિયામાં નાથન લિયોન તાજેતરના ઉદાહરણ છે. આજ રીતે શ્રીલંકામાં પહેલી ટેસ્ટમાં રંગના હેરાથ અને થારિંદુ કૌશલે ભારતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા.

You might also like