Categories: News

કબીરપંથના મહંત પદ્મનાભની સમાધિ સમયે સેવકો ઉમટ્યા

વડોદરા: શહેરના માંજલપુર સ્થિત સત્યનામ જ્ઞાન આશ્રમના બાબા સાહેબથી પ્રસિધ્ધ કબીર પંથી પદ્મનાભ સાહેબની સમાધી તેઓના ગુરુજીની સમાધિની બાજુમાં સોમવારે સમાધિ આપવામાં આવી હતી. રવિવારે તેઓના નશ્વર દેહને નિજ આશ્રમમાં તેઓના અનુયાયીઓ માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ૨૨ વર્ષની ભરયુવાનીમાં ગાદી સંભાળનાર બાબા સાહેબની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં કબીરપંથી અનુયાયીઓ જોડાયા હતા.

જન્માષ્ટમી પર્વે લોર્ડ ડો. ભીખુ પારેખ સાથે શૈક્ષણિક પ્રવાસે જિલ્લાના બાડેલી તાલુકાના ચિત્રાડુંગરી ખાતે તેઓ હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવતા દેવલોકપામ્યા હતા.આધ્યાત્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જ્ઞાનની ગંગોત્રી વહેવડાવનાર પૂ. બાબા સાહેબનો જન્મ તા. ૧૧-૧૨-૧૯૬૦માં થયો હતો. તેઓના પિતા અને ગુરુજી પૂ. બાલકૃષ્ણદાસજી સાહેબ ૧૯૮૦માં દેવલોક થયા બાદ ૨૨ વર્ષની ઉંમરે તેઓએ ગાદી સંભાળી હતી.

ગુરુજીના ચિંધેલા માર્ગે તેઓએ આધ્યાત્મિક, શૈક્ષણિક ક્ષેત્રે જ્ઞાનની ગંગા આગળ ધપાવી હતી. તેમણે એમસીએ, એમ.ફીલ અને ફિલોસોફીમાં ડિગ્રી મેળવી હતી. બાબા સાહેબ તેઓની પાછળ પત્ની કવિતાદેવી, પુત્રી સીમરન અને પુત્ર સચ્ચિત તથા મોટી સંખ્યામાં કબીરપંથી પરિવારને વિલાપ કરતાં છોડી ગયા છે. બાબા સાહેબના દેવલોકના સમાચાર પ્રસરી જતા સમગ્ર ગુજરાતમાં તેઓના અનુયાયીઓ વડોદરા ખાતે દોડી આવ્યા હતા.

બાબા સાહેબની સમાધિ સમયે તેમના અનુયાયીઓએ અશ્રુભીની આંખે તેઓને વિદાય આપી હતી. આશ્રમ પરિસર બાબાના જયજયકારથી ગૂંજી ઉઠ્યું હતું. માંજલપુર ખાતે આવેલા સત્યનામ જ્ઞાન આશ્રમની સ્થાપના બાબા સાહેબના પિતા અને ગુરુશ્રી બાલકૃષ્ણદાસજી સાહેબે કરી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ શ્રી બાલકૃષ્ણદાસજી સાહેબ કરાંચીથી વડોદરા આવી ગયા હતા. તેઓ સાથે મોટી સંખ્યામાં કરાચીથી તેમના અનુયાયીઓ વડોદરા આવી ગયા હતા.

શ્રી બાલકૃષ્ણદાસજી સાહેબ સાથે કરાચીથી વડોદરા આવ્યા બાદ આશ્રમ સાથે સતત સંકળાયેલા અને બાબા સાહેબના જ્ઞાનનો લ્હાવો લેનાર વડોદરાના રહેવાસી જશુભાઇ પઢારીયાએ એક વાચતીમાં જણાવ્યું હતું કે, બાબા સાહેબ જ્ઞાનનો ભંડાર હતા. ગુરુ કરતાં તેઓ એક વેંત ચઢીયાતા સાબિત થયા હતા. આશ્રમ સાથે ચાર દાયકાથી જોડાયેલા હતા.

પાકિસ્તાનના કરાચીથી સાથે આવેલા શારદાબહેન મિસ્ત્રીએ ચોંધાર આંસુએ રડતા રડતા જણાવ્યું કે, કબીર પંથીઓ માટે મોટી ખોટ છે. બાબાસાહેબ મહાન જ્ઞાન હતી. અને ચાર દાયકાથી આશ્રમ ખાતે આવતા હતા અને બાબા સાહેબ પાસે જ્ઞાન મેળવતા હતા.

બાબા સાહેબના મિત્ર અને આર્કિટેક્ટ જિજ્ઞેશ વ્યાસ અને ઇલેશ વ્યાસે  જણાવ્યું હતું કે, મારા અને બાબા સાહેબ વચ્ચે એક વર્ષનો ફરક છે. હું અવાર-નવાર આશ્રમમાં આવતો હતો. તેમને પોતાનો અલગ માર્ગ બનાવી લીધો હતો. તેઓ વિષે વાત કરવી મૂર્ખતા છે. તેઓ અખૂટ જ્ઞાનનો ભંડાર હતા. તેમને પોતાના આશ્રમનું નામ જ્ઞાન આશ્રમ આપ્યું તે જ તેમની સિધ્ધતાનું દર્શન કરાવે છે. તેઓ યુવાનોના પ્રેરણાદાયી હતી.

 

 

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

2 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

2 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

2 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

2 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

3 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

3 hours ago