Categories: Sports

ઓ ત્તારી..! પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૫ રનમાં ઓલઆઉટ, તોય મેચ જીતી લીધી

લંડનઃ ક્રિકેટ મેચમાં બેટિંગ કરનારી દરેક ટીમ ઇચ્છે છે કે તેને સારી શરૂઆત મળે. સારી શરૂઆતથી ટીમ મોટા સ્કોર તરફ જાય છે, જેનાથી વિપક્ષી ટીમ પર દબાણ લાવી શકાય અને મેચ પર તેમની પકડ બની રહે, પરંતુ ઘણી વાર આ યોજના ફ્લોપ જાય છે અને રણનીતિ અનુસાર ખેલાડીઓ રમી શકતા નથી. આવું બને ત્યારે ટીમ સંકટમાં મુકાઈ જાય છે. જોકે ક્યારેક ક્યારેક ખરાબ શરૂઆત બાદ મધ્યમ ક્રમ કે પૂંછડિયા બેટ્સમેનોના દમ પર ટીમ સંકટમાંથી બહાર આવી જાય છે અને હરીફ ટીમને ધૂળ ચટાડવામાં સફળ રહે છે. આવો જ એક અજીબોગરીબ મુકાબલો ખેલાયો હતો, જેમાં એક ટીમ ફક્ત ૧૫ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ ટીમ પહેલી ઇનિંગ્સમાં હરીફ ટીમ કરતાં ૨૦૮ રનના મોટા અંતરથી પાછળ રહી. ફોલોઓન રમવા મજબૂર થયેલી આ ટીમની બીજી ઇનિંગ્સમાં પણ શરૂઆત તો ખરાબ જ રહી અને છ વિકેટ ફક્ત ૧૭૭ રનમાં પડી ગઈ. જોકે અહીંથી ટીમે ઐતિહાસિક અંદાજમાં રમતા વાપસી કરી અને ૧૫૫ રનથી મોટી જીત હાંસલ કરી. આ દિલચસ્પ મુકાબલો રમાયો હતો આજથી ૯૩ વર્ષ પહેલાં ૧૪થી ૧૬ જૂન, ૧૯૨૨ દરમિયાન ઈંગ્લેન્ડના બર્મિંગહામ શહેરમાં. કાઉન્ટી ક્રિકેટના એક મુકાબલામાં વોરવિકશાયરે પહેલી બેટિંગ કરતા ૨૨૩ રન બનાવ્યા. ત્યાર બાદ રમવા ઊતરેલી હેમ્પરશાયરની ટીમની શરૂઆત જ બહુ ખરાબ રહી. પહેલી ઓવર તો આસાનીથી પૂરી થઈ, પરંતુ બીજી ઓવરના ત્રીજા બોલથી વિકેટ પડવાનો જે સિલસિલો શરૂ થયો એ ટીમ ઓલઆઉટ થઈ ત્યારે જ અટક્યો. એટલે કે ૮.૫ ઓવરમાં આખી ટીમ પેવેલિયનમાં પાછી ફરી. ટીમ ફક્ત ૧૫ રન જ બનાવી શકી. તેમની ચાર વિકેટ ફક્ત ૧૦ રનમાં જ પડી ગઈ. ત્રણ જ બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવવામાં સફળ રહ્યા, જેમાં ફિલ મીડે સૌથી વધુ છ રન બનાવ્યા.વોરવિકશાયરના ફક્ત બે બોલરે આખી ટીમનો વાવટો સમેટી નાખ્યો. હેરી હોવેલે છ અને ફ્રેડી કોલથોર્પેએ ચાર વિકેટ ઝડપી. પહેલી ઇનિંગ્સના આધારે વોરવિકશાયરને ૨૦૮ રનની સરસાઈ મળી અને તેણે હેમ્પરશાયરને ફોલોઓન રમવા મજબૂર કરી, પરંતુ ફોલોઓન બાદ હેમ્પરશાયરની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નહીં અને બીજી ઇનિંગ્સમાં પણ તેમની છ વિકેટ ૧૭૭ રનમાં જ પડી ગઈ. ટીમ પર ઇનિંગ્સની હાર તોળાઈ રહી હતી, પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેન જ્યોર્જ બ્રાઉને નવમા અને ૧૦મા નંબરના બેટ્સમેનો સાથે મોટી ભાગીદારી કરી ટીમને સંકટમાંથી બહાર કાઢી લીધી. બ્રાઉને નવમી વિકેટ માટે વિકેટકીપર બેટ્સમેન વોલ્ટર લિવસે સાથે ૧૭૭ રનની ભાગીદારી નોંધાવીને ટીમના સ્કોરને ૪૫૦ સુધી પહોંચાડી દીધો. ત્યાર બાદ ૧૦મી વિકેટ માટે પણ ૭૦ રનની ભાગીદારી નોંધાઈ, જેના કારણે ટીમનો સ્કોર ૫૨૧ રન સુધી પહોંચી શક્યો. બ્રાઉને ૧૭૨ રન બનાવ્યા, જ્યારે વિકેટકીપર બેટ્સમેન લિવસે ૧૧૦ રન બનાવી અણનમ રહમયો. આમ હેમ્પરશાયરે જીત માટે વોરવિકશાયર સામે ૩૧૪ રનનું લક્ષ્ય મૂક્યું, પરંતુ વોરવિકશાયરની ટીમ ૧૫૮ રનમાં જ ઓલઆઉટ થઈ જતાં હેમ્પશાયરે એ મેચ ૧૫૫ રનથી જીતી લીધી.આ એક ઐતિહાસિક મેચ હતી. આજથી ૯૩ વર્ષ પહેલાં તા. ૧૪ જૂનથી ૧૬ જૂન, ૧૯૨૨ દરમિયાન રમાયેલી એ મેચમાં હેમ્પરશાયરના પૂંછડિયા બેટ્સમેનોએ ગજબનાક સાહસ દેખાડીને ખુદનાં નામ ઇતિહાસનાં પાનાં પર નોંધાવી દીધાં હતાં.

admin

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

58 mins ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

1 hour ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

1 hour ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

1 hour ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago