Categories: Business

ઈન્ફોસિસનું પરિણામ જાહેરઃ નફો ૧૨ ટકા વધ્યો, શેરદીઠ રૂ. ૧૦નું ડિવિડન્ડ

બેંગલુરુઃ આઇટી સેક્ટરની અગ્રણી કંપની ઇન્ફોસિસે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો આજે જાહેર કર્યાં છે, જેમાં કંપનીના નબળા ગાઇડન્સના કારણે કંપનીનાે શેર શરૂઆતે જ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬માં ડોલર ટર્મ્સમાં આવકનું અગાઉનું ગાઇડન્સ ૭.૨ ટકાથી ૯ ટકા અંદાજ્યું હતું તેમાં ઘટાડો કરીને ૬.૪થી ૮.૪ ટકા કર્યું છે, જેને કારણે  કંપનીના સ્ટોક્સ પર નકારાત્મક અસર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કંપનીના નફામાં ૧૨.૧ ટકાનો વધારો થઇ રૂ. ૩૩૯૮ કરોડનો થયો છે. પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો પ્રોફિટ રૂ. ૩૦૩૦ કરોડ હતો, જે પાછલા ૧૬ ત્રિમાસિક સમયગાળામાં સૌથી વધુ છે. કંપનીની રૂપિયામાં આવક ૮.૯ ટકા વધીને રૂ. ૧૫,૬૩૫ કરોડની થઇ છે, જ્યારે ડોલરમાંં આવકમાં છ ટકાનો વધારો થયો છે. કંપનીએ શેરહોલ્ડરોને પ્રતિ શેર દશ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ સીએફઓ રાજીવ બંસલના રાજીનામાના નિર્ણયની જાહેરાત કરી છે.IT પેક તૂટ્યો
વિપ્રો –                  ૦.૦૩
એચસીએલ ટેક્નો. – ૦.૭૪
ઓરેકલ –              ૧.૧૩
માઈન્ડ ટ્રી –           ૦.૩૦
હેક્સાવેર –             ૦.૨૦
admin

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

1 hour ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

3 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

3 hours ago

આયુષ્માન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago