Categories: India

આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરે

ગુવાહાટી: આસામમાં પૂરની સ્થિતી ભારે વરસાદના કારણે વધુ વણસી ગઇ હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી બાજુ બહ્મપુત્રા નદીમાં પાણીની સપાટી ચિંતાજનકરીતે સતત વધી રહી છે. રાજ્યના ૧૩ જિલ્લા પૂરના સકંજામાં આવી ગયા છે. આશરે ત્રણ લાખ લોકો મુશ્કેલીમાં છે. સ્થિતિમાં ભારે વરસાદના કારણે સુધાર થાય તેવા કોઇ સંકેત દેખાતા નથી. આસામમાં પૂરની સ્થિતિ ફરી એકવાર ગંભીર બની ગઇ છે. છેલ્લા થોડાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ્યમાં હજારો ગામોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ધેમાજી, કોકરાઝાર, ચિરાંગ, લખીમપુર, બોંગાઇગામ, તીનસુકિયા અને ડિબરુગઢમાં જિલ્લામાં આવેલા હજારો ગામોમાં માઠી અસર થઇ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે પૂરની સ્થિતિમાં સુધાર હાલમાં આવે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. એકલા બોંગાઇગામ જિલ્લામાં કુદરતી હોનારતના કારણે ૧.૩૨ લાખ લોકોને અસર થઇ છે. જ્યારે ધેમાજી જિલ્લામાં કુલ ૨૦,૦૦૦ લોકોને અસર થઇ છે. ૨૭૦૮૭.૧૩ હેક્ટર પાક ભૂમિ હાલમાં પાણી હેઠળ છે.કુલ ૬૧૧ ગામોમાં લાખો લોકોને અસર થઇ છે. કોકરાઝારમાં ૧૮૭ ગામો પાણી હેઠળ છે. ધેમાજીમાં ૧૩૭, બોંગોઇ ગામને પૂરની અસર થઇ છે.સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૧૨૪ રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ રાહત કેમ્પોમાં રહેતા લોકોની સંખ્યા ૮૪૭૭૯ નોંધાઈ છે. માર્ગો, પુલને ભારે નુકસાન થઇ ચૂક્યું છે. આ વર્ષે આસામમાં પૂરના બેથી ત્રણ રાઉન્ડ થઇ ચુક્યા છે. હવે રોગચાળાની દહેશત પણ દેખાઈ રહી છે. પૂરના કારણે કોકરાઝારમાં અનેક માર્ગોને ભારે નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન કોકરાઝાર, ધેમાજી અને ચિંરાગ જિલ્લામાં થયુ છે. આ વર્ષે આસામમાં પૂરના કારણે મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. જેમાં લખીમપુરમાં બેના મોત થયા છે. જ્યારે બોંગાઇગામ, બક્સા અને સોનિતપુરમાં એક એક વ્યક્તિનાં મોત થયા છે.

admin

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

13 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

56 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

1 hour ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago