Categories: Gujarat

આમિર, આસિફ, બટનો ઇંતેજાર ખતમઃ 2 સપ્ટેમ્બરથી રમી શકશે

દુબઈઃ આઇસીસીએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે પાકિસ્તાનના ક્રિકેટર મહંમદ આસિફ અને સલમાન બટ તા. ૧ સપ્ટેમ્બર બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે. પહેલી સપ્ટેમ્બરથી તેમના પર લગાવાયેલો પ્રતિબંધ સમાપ્ત થઈ રહ્યો છે. આઇસીસીએ એક યાદીમાં કહ્યું કે, ”મહંમદ આમિર પણ એ જ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે. આ વર્ષે જ તેને પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.”આ ત્રણેય ખેલાડીઓ ઓગસ્ટ ૨૦૧૦માં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડ્સ ટેસ્ટમાં ભ્રષ્ટાચારના વિભિન્ન આરોપસર પાંચ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ દોષી ઠર્યા હતા. તેઓની સજા તા. ૨સપ્ટેમ્બર, ૨૦૧૦થી શરૂ થઈ હતી. પ્રતિબંધ લગાવાયો ત્યારે સલમાન બટ પાકિસ્તાની ટીમનો કેપ્ટન હતો. કતારમાં ચાલેલી સુનાવણી બાદ આમિર પર પાંચ વર્ષ, આસિફ પર સાત વર્ષ (જેમાંથી બે વર્ષની સજા માફ કરી દેવામાં આવી હતી) અને બટ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો. આઇસીસી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે આ ખેલાડી ક્રિકેટનાં મેદાન પર ત્યારે જ પાછા ફરી શકશે, જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યૂનલ દ્વારા મૂકવામાં આવેલી શરતોનું પાલન કરશે.
admin

Recent Posts

3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

4 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

1 hour ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

2 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

3 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

4 hours ago