Categories: India

આપણા દેશમાં કોમ્યુનલ પોલિટિક્સ ક્યારે બંધ થશે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં જઇને ભારતને મૂડીરોકાણ માટેનું સ્વર્ગ હોવાનું જોરશોરથી બતાવી રહ્યા છે તો બીજી બાજુ અહીં એવા લોકો છે, જેઓ દેશને બર્બર યુગમાં ધકેલવા કૃતનિશ્ચયી છે. આધુનિક અને વિકસિત દેશ બનવાનાં સપનાંને કોલ્ડ સ્ટોરેજમાં ધકેલીને ગામડે-ગામડે, શહેર-શહેરમાં ઝનૂની ધર્માંધતાને હવા આપવામાં આવી રહી છે. પાટનગર નવી દિલ્હીથી માત્ર ૪પ કિ.મી. દૂર એક ગામમાં ધર્મઝનૂનીઓનું એક ટોળું એક વ્યક્તિના ઘરમાં ઘૂસીને ઢોર માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દે છે અને તેના પુત્ર અને ઘરની વયોવૃદ્ધ મહિલાઓને લોહીલુહાણ કરી નાખે છે અને તે પણ માત્ર એક અફવાના કારણે કે જેની સચ્ચાઇ જાણવાની કોઇએ કોશિશ સુધ્ધાં કરી નહીં. 

આ ઘટના પશ્ચિમ ઉત્તર પ્રદેશના દાદરી જિલ્લાના બિસરા ગામની છે. ત્યાં અચાનક રાત્રે એક મંદિરના લાઉડ સ્પીકર પરથી એવી જાહેરાત કરવામાં આવે છે કે ગામના બે મુુસ્લિમ પરિવારમાંથી એક અખલાકના પરિવારે પોતાના ઘરમાં ગૌમાંસ રાખ્યું છે અને તેેના ઘરની નજીક ગામના ટ્રાન્સફોર્મર પાસે ગાયની કતલ કરવામાં આવી છે. આ અફવા વહેતી થતાં લોકો જમા થવા લાગ્યા હતા અને પછી ટોળાસ્વરૂપે લોકો અખલાકના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો એટલું જ નહીં, અખલાકના પુત્ર દાનીશ પર પણ હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હોવાના સમાચાર છે. ટોળાએ અખલાકનાં ૭૦ વર્ષનાં વયોવૃદ્ધ માતા પર પણ હુમલો કર્યો હતો.

આ ઘટના પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. આજકાલ દેશમાં ખાન-પાનની આદતો પર પણ જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે અને આ પ્રકારના મુદ્દાઓ ઉછાળીને તમામ પક્ષો રાજકીય મૂડી ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે તે ભારત જેવા બિનસાંપ્રદાયિક લોકતંત્ર માટે શરમજનક છે. 

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પ્રથમ વાર દાદરીમાં બીફ વિવાદ પર થયેલી હત્યા અંગે એક નિવેદન જારી કર્યું છે. અખિલેશે કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં વેધક સવાલ કર્યો હતો કે હવે જ્યારે મોદી સત્તારૂઢ છે તો પછી મીટની નિકાસ પર કેન્દ્ર સરકાર કેમ પ્રતિબંધ મૂકતી નથી. ‘પિન્ક ‌િરવોલ્યુશન’ના બહાને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ જ્યારે કેન્દ્રમાં સત્તારૂઢ ન હતો ત્યારે કંઈક અલગ જ વાત કરતો હતો અને હવે સત્તારૂઢ થતાંની સાથે જ પોતાનું વલણ બદલી નાખ્યું છે.

દિલ્હી નજીક ગ્રેટર નોઈડામાં બીફની અફવાને લઈને થયેલા મર્ડર બાદ તણાવનો માહાેલ છે. દાદરી વિસ્તારના બિસરા ગામમાં મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના દાદરીમાં ગૌમાંસ ખાવાની અફવા ફેલાયા બાદ ૫૦ વર્ષના અખલાકની ઢોર માર મારીને કરાયેલી હત્યા અને તેના પુત્ર દાનીશને માર-મારીને અધમૂઓ કરી નાખવાની ઘટનામાં કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો.

આ ઘટનામાં અનેક નવી હકીકતો બહાર આવી હતી. અખલાકનાં વિધવા પત્નીના જણાવ્યા પ્રમાણે બકરી ઈદના િદવસે તેમના ૨૨ વર્ષના પુત્રી દાનીશે જણાવ્યું હતું કે ગામના કેટલાક યુવાનોએ તેને પાકિસ્તાની કહીને ચીડવ્યો હતો અને મુઝફ્ફરનગર દોહરાવવાની ધમકી આપી હતી અને તેના ત્રણ િદવસ બાદ જ અખલાકના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલા પહેલાં અખલાકના ઘરની પાસે આવેલા મંદિરમાંથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે અખલાકનો પરિવાર ગૌમાંસ ખાય છે, જોકે મંદિરના પૂજારીએ આ મામલામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈનકાર કર્યો હતો. એક ટીવી અહેવાલ અનુસાર મહંત સુખદાસે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તેને મંદિરમાંથી લાઉડ સ્પીકર પર એવી જાહેરાત કરવા જણાવ્યું હતું કે એક ઘરમાં ગાયની કતલ કરવામાં આવી છે અને આ જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં જમા થઈ ગયા હતા અને અખલાકના ઘર પર હુમલો કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ તો કોમ્યુનલ પોલિટિકસની પ્રયોગ-શાળા બની ગયું છે. મુઝફફરનગરનાં રમખાણોના અહેવાલ પરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં દાદરીમાં ફરી એક વખત કોમી તંગદિલી ભડકી ઊઠી છે. દેશે જો પ્રગતિ કરવી હશે તો કોમ્યુનલ પોલિટિકસને જાકારો આપવો પડશે.

admin

Recent Posts

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

8 mins ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

33 mins ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

38 mins ago

રાજ્યના PSIને મળી મોટી રાહત, પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઇકોર્ટે હટાવ્યો

અમદાવાદમાં રાજ્યના સેંકડો પોલીસ સબ ઇન્સપેક્ટર માટે હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઈકોર્ટે…

1 hour ago

ખેડૂૂત આક્રોશ રેલીમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના કાર્યકરો સહિત 1000ના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂૂરી થયા બાદ રેલી સ્વરૂપે…

2 hours ago

‘તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં’ તેમ કહીને યુવકે પીઆઈની ફેંટ પકડી

અમદાવાદ: શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારીઓની પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક…

2 hours ago