Categories: News

અમદાવાદ હાઈ-વે બન્યો દિશાહીન

અમદાવાદથી નવસારીના દાંડીને જોડતા હાઈ-વેને ‘નેશનલ હાઈ-વે-૨૨૮’ તરીકેની ઓળખ અપાઈ છે. અમદાવાદથી ખેડા, નડિયાદ અને વડોદરા થઈ આ હાઈ-વે સુરત સુધી પહોંચે છે. છેલ્લાં ૩-૪ વર્ષથી આ હાઈ-વેમાં લૅન વધારવાનું તેમજ અન્ય બાંધકામ હાથ ધરાયું છે. હાલ તો આ બાંધકામને આખરી ઓપ અપાઈ રહ્યો છે, પરંતુ અમદાવાદથી ખેડા જતાં ક્યાંય કોઈ પ્રકારનું સાઇન-બોર્ડ જોવા મળતું નથી.

હાઈ-વે પરના ડિવાઇડર પર મૂકવામાં આવેલા માઇલસ્ટોન પર પણ માત્ર રંગરોગાન જ કરાયું છે, તેમાં પણ હજુ સુધી કંઈ લખાયું નથી. અજાણ્યા મુસાફરોને ખાસ તકલીફ પડે છે. હાઈ-વેના નિર્માણમાં ઘણી જગ્યાએ ફલાયઓવર બનાવી દેવાયા હોવાથી ૨-૩ વર્ષ પછી આ હાઈ-વે પર મુસાફરી કરનારાને પણ બધું અજાણ્યું જ લાગે છે. પરિણામે રસ્તા પર વાહન રોકીને રસ્તો પૂછવો પડે છે અથવા તો જે-તે ગામ ગયા પછી ખબર પડે છે કે, ત્યાં જવા બ્રિજ નીચેના રસ્તે જવાનું હતું. ખાસ કરીને ખેડા બાયપાસ પર કોઈ સાઇન-બોર્ડ મૂકાયા નથી.

તેવી જ રીતે માતર જવા માટે જે બ્રિજથી નીચે ઊતરવાનું છે ત્યાં પણ કોઈ બોર્ડ મૂકાયા નથી. સાઇન-બોર્ડ લગાવવામાં ભલે વિલંબ થાય, પરંતુ રસ્તામાં આવતા પુલોની વિગત દર્શાવતાં બોર્ડ અત્યારથી મૂકાઈ ગયા છે જે સાઇન-બોર્ડને પ્રાથમિકતા આપવી જોઈએ તેને હજુ પ્રાથમિકતા અપાઈ નથી.

આ સમસ્યા અંગે નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગાંધીનગર સ્થિત કાર્યાલયમાં ફરજ બજાવતાં તકનિકી વિભાગના ડેપ્યુટી મેનેજર અભિષેકે કહ્યું કે, ‘હાઈ-વે પર સાઇન-બોર્ડ ન હોય તેમ ન બની શકે. તમે મને જે-તે સંબંધિત જગ્યાના ફોટો મોકલો. અમે તમારી ફરિયાદ પર કાર્યવાહી કરીશું.’ મહત્ત્વનું છે કે, આ અધિકારી પહેલાંં તો પોતાનું નામ જણાવવાનો ઇનકાર કરી રહ્યા હતા, પરંતુ થોડી આનાકાની બાદ માત્ર પોતાનું નામ કહી વાતચીત ટૂંકાવી દીધી હતી.

 

admin

Recent Posts

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

2 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

2 hours ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

3 hours ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

5 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

7 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

7 hours ago