Categories: India

અભેદ્ય સુરક્ષા વચ્ચે આજે આઝાદી દિનની ઉજવણી

નવી દિલ્હી : દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. દેશના તમામ રાજ્યો ભવ્ય ઉજળણી કરવા માટેની તૈયારી કરી ચુક્યા છે. અભૂતૂપર્વ સુરક્ષા અને દેશભક્તિના માહોલમાં આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે. આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બીજા ઐતિહાસિક સંબોધનને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મોદીને લાલ કિલ્લા પરથી સાંભળવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

મોદીના ભાષણની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદી જ્યારે ભાષણ કરશે ત્યારે આશરે ૧૦૦૦૦ લોકો હાજર રહેશે.હાલમાં સુરક્ષા સંસ્થાઓ સંપૂર્ણપણે સાવધાન છે.  વડાપ્રધાનના આવાસથી લઇને લાલ કિલ્લા સુધી લોંખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત રાખવામાં આવનાર છે. આ ઉપરાંત એન્ટિ વાયુ સેના હિંડન એરબસ પણ કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે.

અહી સુધી સ્વતંત્રતા દિવસના પ્રસંગે માત્ર એમઆઇ-૩૫ તૈનાત કરવામાં આવતા હતા પરંતુ આ વખતે અતિ આધુનિક હથિયારો સાથે સજ્જ એમઆઇ-૧૭ પણ તૈનાત રહેશે. ઉંચી ઇમારતો પર એન્ટિ એરક્રાફ્ટ ગન ગોઠવી દેવામાં આવી છે. ૩૬૦ ઇમારતો પર એન્ટિ એરક્રાફ્ટ ગન તૈનાત કરવામાં આવી ચુકી છે. સીસીટીવી કેમરાની સંખ્યા  બે ગણી કરી દેવામાં આવી છે. હવાઇ દળના આઠ હેલિકોપ્ટર માત્ર લાલ કિલ્લાની આસપાસ જ નહી બલ્કે સમગ્ર દિલ્હી -એનસીઆર પર નજર રાખશે.

સુરક્ષા માટે ફુલપ્રુફ પ્લાન અમલી છે. સાવચેતીના તમામ પગલાં લેવાયા છે. સુરક્ષા દળો સામે પડકારરૃપ સ્થિતિ સર્જાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. કેટલાક જાણકાર લોકો  દાવો કરી રહ્યા છે કે છેલ્લા ૨૦ વર્ષના ગાળામાં કોઇ પણ વડાપ્રધાન પર હુમલાનો આટલો મોટો ખતરો રહ્યો નથી. આ વખતે ખતરો વધારે છે. જો કે સુરક્ષા સંસ્થાઓ તમામ ખતરાને પાર પાડવા માટે તૈયાર છે.

ગુપ્તચર સંસ્થાઓએ હુમલા અંગેના ખતરાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સુરક્ષા સંસ્થાને માહિતી આપી છે. ત્રાસવાદી આ પ્રસંગે મુંબઇ જેવા હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટે અન્ય બજારો પર પણ હુમલા કરી શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ હુમલા કરવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરી શકે છે. પેરાગ્લાઇડરનો પ્રયોગ પણ કરવામાં આવી શકે છે.

વિવિધ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં ૧૬મી એપ્રિલના ઇન્ટેલિજન્સ અહેવાલનો ઉલ્લેખ કરાયો છે. જો કે સુરક્ષા સંસ્થાઓએ વડાપ્રધાનને અનેક સ્તરીય સુરક્ષા આપી દીધી છે. એલર્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. મોદીના પ્રથમ ભાષણ વેળા હુમલાનો ખતરો રહેલો છે. પહેલાથી જ દિલ્હી પરિવહન નિગમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ડીટીસીએ નિર્ણય કર્યો છે કે ૧૫મી ઓગષ્ટે સવારે છ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી પોતાની બસ મફતમાં આપશે.

આનો મતલબ એ થયો કે યાત્રી મફતમાં આ ગાળા દરમિયાન ફરી શકશે. મોગલ કાળના દરમિયાન બનેલા લાલ કિલ્લાની સામે આશરે ૧૦,૦૦૦ લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે સામાન્ય લોકોને ખુલ્લી જગ્યાએ બેસાડવામાં આવે છે. તેમની બાજુમાં સ્કુલી બાળકો રહે છે. પુરતી તૈયારી કરવામાં આવી રહી છે. લોકોને લાવવા માટે લાલ કિલ્લાની આસપાસ બસની સેવા વધારવામાં આવી રહી છે. લોકોને સરળતાથી બસ મળે તેવી વ્યવસ્થા ગોઠવાવામાં આવી રહી છે.

સ્વતંત્રતા દિવસે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી રહેલા લોકોને પોતાની સાથે મોબાઇલ, કેમરા, દૂરબિન, બેંગ, બ્રિફકેસ, સિગારેટ, લાઇટર, ટિફિન બોક્સ, પાણીની બોટલ, લંચ બોક્સ સાથે ન લાવવા માટે સુચના આપવામાં આવી છે.  આ તમામ લોકોને કઠોર ચકાસણીમાંથી પસાર થવુ પડશે. ટુંકમાં પહેલાથી જ યોજાન તૈયાર કરી લેવામાં આવી છે. સ્વંતત્રતા દિવસે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. મોદીના ઐતિહાસિક સંબોધન પર ભારતીય લોકોની જ નહી બલ્કે વિશ્વની નજર રહેશે.

મોદી આવતીકાલે તેમના સંબોધનમાં કઇ વાત કરે છે તેના પર નજર રહેશે. કેટલીક નવી યોજના દેશના લોકો માટે વડાપ્રધાન જાહેર કરી શકે છે. વડાપ્રધાન આવાસથી લઇને લાલ કિલ્લા સુધી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. મોદીના ભાષણ દરમિયાન સુરક્ષામાં પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત એન્ટિ વાયુ સેના હિંડન એરબસ સ્વતંત્રતા દિવસે કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે. ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે મોદી ધ્વંજ લહેરાવશે અને દેશને સંબોધન કરશે. શાનદાર પરેડ પણ પણ યોજનાર છે. જેની છેલ્લી કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી.

admin

Recent Posts

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

1 hour ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

1 hour ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

2 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

2 hours ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

2 hours ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

2 hours ago