Categories: India

અનામત નીતિ પર પુનઃવિચારણા હવે થવી જોઈએઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અનામત પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેના પર પુનઃવિચારણા કરવા જણાવ્યું છે. અનામત પર રાજકારણ અને તેના દુરુપયોગનો આક્ષેપ કરતા મોહન ભાગવતે એવું સૂચન કર્યું છે કે અનામત નીતિ પર એક સમિતિની રચના કરવી જોઈએ. આ સમિતિ કેટલા લોકોને અને કેટલા દિવસ સુધી અનામતની જરૂર છે એ અંગે નિર્ણય લેશે.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આવી કમિટીમાં નેતાઓ કરતા સેવાની ભાવના ધરાવતા લોકોને વધુ સ્થાન અને મહત્ત્વ આપવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે અનામત અંગે એ‍વા સમયે નિવેદન કર્યું છે જ્યારે ગુજરાતમાં પાટીદાર પટેલોનો એક સમુદાય ઓબીસી ક્વોટામાં અનામતની માગણીને લઈને ઉગ્ર આંદોલન કરી રહ્યો છે.

ગુજરાતમાં પાટીદાર અને રાજસ્થાનમાં ગુર્જરો સહિત કેટલાય વિસ્તારોમાં અનેક જ્ઞાતિઓને અનામત આપવાની વધતી જતી માગણીની પૃષ્ઠભૂમિમાં સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે પોતાના સંગઠનના મુખપત્રો ‘પાંચ જન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’ સાથેની મુલાકાતમાં આ પ્રકારના સૂચનો કર્યાં છે.

મોહન ભાગવતે જણાવ્યું છે કે બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગ પર આધારિત અનામત નીતિની વાત કરવામાં આવી છે. બંધારણના નિર્માતાઓના મનમાં જે પ્રકારની વાત હતી તે પ્રકારે જો અનામત નીતિ ચલાવવામાં આવી હોત તો આજે આ બધા પ્રશ્નો ઉભા ન થાત, પરંતુ હવે અનામત નીતિનો રાજકારણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોહન ભાગવતના આ નિવેદન બાદ વિરોધપક્ષોએ તેમના પર પ્રહારો કર્યા છે. જદયુના નેતા કે.સી. ત્યાગીએ જણાવ્યું છે કે મોહન ભાગવતનાં નિવેદન બાદ બંધારણમાં વિશ્વાસ ધરાવતા તમામ રાજકીય પક્ષોએ મોહન ભાગવત વિરુદ્ધ સંગઠિત થવું જોઈએ.

admin

Recent Posts

OMG! 13,000 ફૂટ ઊંચેથી સ્કૂટર સાથે છલાંગ લગાવીને હવામાં કર્યું હેન્ડસ્ટેન્ડ

ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેરભાઈ પ્રોફેશનલ…

33 mins ago

પત્ની કાજોલનો નંબર ટ્વિટર પર શેર કરીને અજયે કહ્યુંઃ ‘મજાક હતી’

મુંબઇ: ગઇ કાલે સાંજે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને કાજોલના ફેન્સની વચ્ચે એ સમયે હંગામો મચી ગયો જ્યારે અજયે પોતાની…

43 mins ago

BAની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પુછાતાં વિદ્યાર્થીઓનો હોબાળો

અમદાવાદ: હાલમાં કોલેજમાં ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે અને કોલેજમાં પરીક્ષા દરમિયાન અનેક વાર પેપરમાં છબરડા થતા હોય છે ત્યારે…

57 mins ago

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

2 hours ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

2 hours ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

3 hours ago