અજીબ પ્રકારે થયો રન આઉટ, ક્રિકેટમાં પ્રથમ વખત બની ઘટના!

બેંગલોર: કર્ણાટક સામેની રણજી ટ્રોફીની મેચમાં બંગાળનો બેટ્સમેન શ્રીવત્સ ગૌસ્વામી એક અજીબ પ્રકારે  રન આઉટ થયો હતો. ક્રિકેટમાં આવી રીતે રન આઉટ થવા ઘટના લગભગ પ્રથમ વખત બની છે. ગૌસ્વામી  બે રન બનાવી કર્ણાટકના કેપ્ટન વિનય કુમારના હાથે રન આઉટ થયો હતો.  મેચની સાતમી ઓવરમાં વિનય કુમાર બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમા બોલે શ્રીવસ્ત ગૌસ્વામીએ બોલર તરફ શોટ ફટકાર્યો હતો. બોલર વિનય કુમારે બોલને રોકી સીધો બેટ્સમેન શ્રીવત્સ તરફ થ્રો કર્યો હતો. આ સમયે બેટ્સમેને આસાનીથી બેટ ક્રિઝની અંદર મુકી દીધું હતું, જોકે વિનયનો થ્રો બેટ્સમેન શ્રીવત્સના બેટને અડીને સીધો સ્ટંમ્પમાં ટકરાયો હતો. આમ બોલ બેટ્સમેનના બેટને અથડાતા બેટ ઉંચું થઈ ગયું હતું. જોગાનુજોગ બોલ સીધો સ્ટંમ્પને ટકરાયો હતો. આમ બોલ સ્ટંમ્પ સાથે ટકરાયો ત્યારે બેટ્સમેનુ બેટ ઉંચું રહ્યું હતું.  કર્ણાટકના બેટ્સમેનોએ રન આઉટની અપીલ કરી હતી. જેથી ફિલ્ડના અમ્પાયરોએ થર્ડ અમ્પાયરનો નિર્ણય માંગ્યો હતો.
 
You might also like